નિર્ણય:રેલવે પ્લેટફોર્મ ટિકિટનો દર 30થી ઘટાડીને 10 કરાયો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ટ્રેનોના ભાડામાં જૂનો દર લાગુ કરવા મુસાફરોની માંગ

રેલવે મંત્રાલય દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટનો દર 30 થી ઘટાડીને 10 કરાયો છે. જોકે, લોકલ ભાડામાં નવા દર યથાવત રાખતાં પેસેન્જરોએ તેમાં પણ ઘટાડો કરવા માંગ કરી છે. કોરોનાના કેસો ઘટતાં મહેસાણા રેલવે સ્ટેશન ઉપર મોટાભાગની ટ્રેનો શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રાલયે કોરોના સમયે ટ્રેનોના નંબરમાં ફેરફાર કરી મિનિમમ ભાડુ વધારી દીધું હતું. જ્યારે કોરોના સંક્રમણ વધે નહીં અને લોકો કારણ વગર રેલવે સ્ટેશન ઉપર આવે નહીં તે માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ.10થી વધારો કરી રૂ.30 કરી દેવાયા હતા. તાજેતરમાં રેલવે વિભાગે જૂના નંબરથી ટ્રેનો શરૂ કરી રિઝર્વેશન ટિકિટોમાં જૂના દર અમલી બનાવ્યા છે. ઉપરાંત, પ્લેટફોર્મની ટિકિટના દરમાં રૂ.30થી ઘટાડી રૂ.10 કર્યા છે.

મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ચાલતી લોકલ ટ્રેનોના મિનિમમ ભાડામાં કોઈ ફેરફાર નહીં કરાતાં દરરોજ અપડાઉન કરતા પેસેન્જરોએ લોકલ ભાડામાં પણ ઘટાડો કરવા માંગ કરી છે. ગાંધીનગર-વરેઠા, વિરમગામ-મહેસાણા, મહેસાણા-આબુરોડ (ડેમુ), આબુરોડ-સાબરમતી, પાટણ-સાબરમતી અને જોધપુર-સાબરમતી જેવી લોકલ ટ્રેનોના ભાડા કોરોના મહામારી સમયે વધાર્યા હતા, તેમાં ઘટાડો કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...