તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ વિભાગની તપાસ:ઉત્તર ગુજરાતમાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનું વેચાણ અટકાવવા કૃષિવિભાગની તપાસ

ચોમાસુ સિઝનને ધ્યાને રાખી ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં 14 ઉત્પાદક અને 73 વિક્રેતાઓને કૃષિ વિભાગની ટીમોએ હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ જણાતાં 23 નમૂના લેવાયાં હતા અને રૂ.34.69 લાખનો 432 ક્વિન્ટલ જથ્થો સીઝ કરી 36 પેઢીને નોટિસ અપાઇ હતી.

મહેસાણા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) અધિકારી જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં કુલ 19 ઉત્પાદકો અને 615 વિક્રેતા મળી કુલ 634 પેઢીઓની તપાસમાં 66 સેમ્પલ લેવાયા હતા. આ સાથે 9 ઉત્પાદક અને 217 વિક્રેતા મળી કુલ 226 પેઢીઓને નોટિસ ફટકારી રૂ.139.78 લાખની કિંમતનો 1231.21 ક્વિન્ટલ અને 1098.63 લિટર જથ્થો સ્ટોપસેલ કરાયો છે. લેવાયેલા 226 સેમ્પલને પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા છે. સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઇ ઉત્પાદક કે વિક્રેતા દોષિત સાબિત થશે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરાશે.

સાબરકાંઠા નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયાએ જણાવ્યું કે, લીધેલા સેમ્પલમાં બિયારણની ગુણવત્તાની ચકાસણી કરાશે. ખાતરમાં ન્યુટ્રીટન્ટ કેટલા પ્રમાણમાં છે અને જંતુનાશક દવામાં કન્ટેન્ટ પ્રમાણે ટકાવારી છે કે નહીં તેનું પરીક્ષણ કરાશે. રિપોર્ટ આવતા એક માસ જેટલો સમય લાગતો હોય છે પરંતુ ખરીફ વાવણીનો સમય થઈ ગયો હોવાથી 10 થી 12 દિવસમાં રિપોર્ટ આવી જશે.

ખરીદીમાં આ ધ્યાન રાખવું

  • વેપારી પાસે ફરજિયાત પાકું બિલ લેવું.
  • લાયસન્સ ધારક વેપારી પાસેથી જ માલ ખરીદવો.
  • જંતુનાશક દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટ અવશ્ય જોવી.

મહેસાણા: રૂ.34.69 લાખનો મુદ્દામાલ સ્ટોપસેલ કરાયો

વિગતબિયારણખાતરજંતુ. દવાકુલ
ઉત્પાદક/વિક્રેતા32282787
સેમ્પલ104923
સીઝ જથ્થો(ક્વિંટલ)79.75327.525.5432.75
સીઝ જથ્થો(લિટરમાં)014.9140154.9
કિંમત (રૂ. લાખમાં)23.324.876.534.69
નોટિસ1691136

પાટણમાં રૂ.2.51 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

વિગતબિયારણખાતરજંતુ. દવાકુલ
ઉત્પાદક/વિક્રેતા494045134
સેમ્પલ81716
સીઝ જથ્થો(ક્વિંટલ)1.5511.450.4813.48
સીઝ જથ્થો(લિટરમાં)004242
કિંમત(લાખમાં)0.420.531.562.51
નોટિસ110112

બનાસકાંઠામાં રૂ.6.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિગતબિયારણખાતરજંતુ. દવાકુલ
ઉત્પાદક/વિક્રેતા10691105302
સેમ્પલ31192171
સીઝ જથ્થો(ક્વિંટલ)6.0132.951.3540.31
સીઝ જથ્થો(લિટરમાં)0075.575.5
કિંમત(લાખમાં)3.650.982.196.83
નોટિસ444637127

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...