તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Raag Is Always Conditional So It Gives Pain In The End, While Love Is Always Unconditional So It Gives Happiness In The End: Rajsunder Vijayji

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણામૃત:રાગ હંમેશા શરતવાળો હોય છે તેથી અંતે તો દુઃખ જ આપે છે, જ્યારે પ્રેમ હંમેશા બિનશરતી હોય છે તેથી અંતે સુખ જ આપે છે : રાજસુંદરવિજયજી

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ઉપનગર જૈન સંઘમાં મુનિરાજે પ્રેમ અને રાગ વચ્ચેનું અંતર સમજાવ્યું

મહેસાણા શહેરના ઉપનગર જૈન સંઘમાં શનિવારે મુનિરાજશ્રી રાજસુંદરવિજયજી મ.સા.એ કહ્યું કે, પ્રેમ વિશ્વમાં સૌથી વધુ વગોવાયો છે તો સૌથી વધુ વખણાયો પણ છે. ખરેખર તો પ્રેમ સૌથી પવિત્ર તત્વ છે. તે બિલકુલ વગોવાય તેવો નથી. માત્ર વખણાય તેવો જ છે. છતાં જ્યાં રાગ અને પ્રેમની ભેદરેખા સમજાતી નથી ત્યાં રાગના નામે પ્રેમ વગોવાઈ જતો હોય છે.

પ્રેમને લોકો એટલા માટે વગોવે છે કે, તે દુઃખદાયક છે એવું તેઓ માને પણ છે અને અનુભવે પણ છે. પણ ખરેખર પ્રેમ ક્યારેય કોઈને દુઃખ ના આપી શકે. દુઃખ તો માત્ર રાગ જ આપી શકે. એનો અર્થ એ થયો કે, જ્યારે પણ દુઃખની અનુભૂતિ થાય ત્યારે સમજવું કે એ રાગ જ હતો, પ્રેમ બિલકુલ ન હતો. હવે રાગ અને પ્રેમની ભેદરેખાને સમજવાનો પ્રયાસ કરીએ.

પ્રેમ સામેની વ્યક્તિનો શરત વિના સ્વીકાર કરે છે અને એટલે જ એ સદૈવ આનંદદાયી છે. જ્યારે રાગ સામેની વ્યક્તિનો શરત સાથે સ્વીકાર કરે છે અને જે દિવસે એ શરત તૂટે છે ત્યારે દુઃખ સિવાય બીજું કંઇ જ મળતું નથી. જેમ કે પ્રેમને કોઈ વ્યક્તિ ગમે છે તો એ વ્યક્તિનાં ગમવામાં કોઈ કારણ નથી હોતું. જ્યારે રાગ કંઈકને કંઈક કારણ પછી જ સ્વીકાર કરે છે.

એક છોકરાને એક છોકરી બહુ જ ગમે છે. તેમાં કારણ એ છે કે, છોકરી રૂપવતી છે, દેખાવમાં બહુ સારી છે. બંનેની સગાઈ થઈ ગઈ. પણ લગ્ન થાય તે પૂર્વે કોઈએ છોકરી ઉપર એસિડ ફેંક્યો કે, ગમે તે કારણસર તે બદસૂરત થઈ ગઈ. હવે છોકરી ગમશે ખરી? ના, કારણ કે તેનો પ્રેમ ન હતો. પણ રાગ હતો અને રાગની શરત રૂપ હતી. તો વળી કોઈ છોકરી કોઈ છોકરાને પૈસા અથવા બુદ્ધિના કારણે પ્રેમ કરે છે.

પણ સગાઈ પછી નુકસાન થયું અથવા અકસ્માતાદિનાં કારણે તે મંદબુદ્ધિ થઈ ગયો. હવે તેને તે છોકરો ગમશે ખરો? ના, કારણ કે તેના રાગની જે શરત હતી તે પૈસા કે બુદ્ધિ હવે નથી, તો ક્યાંથી ગમે. બસ પ્રેમ હંમેશા બિનશરતી હોય છે અને એટલે જે તે ક્યારેય દુઃખ ના આપી શકે, આ વાસ્તવિકતાને સૂક્ષ્મતાથી સમજીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો