ક્વોરી સંચાલકો કોરોનામાં ફટકા પછી સમયમર્યાદા સહિતના પ્રશ્નોને લઇ હડતાળ પર હોઇ તેની અસર સરકારી અને ખાનગી રોડ તેમજ બાંધકામો ઉપર વર્તાવા લાગી છે. મહેસાણા શહેરમાં લોકભાગીદારી સ્કીમમાં 15 જેટલી સોસાયટીઓમાં સીસી રોડનાં કામ શરૂ થવાની તૈયારીમાં હતા, ત્યાં ક્વોરીઓ બંધ થતાં કપચી વગર કામ શરૂ થઇ શક્યાં નથી. શહેરમાં 6 જેટલા રસ્તાના કામો પણ અટવાઇ પડ્યા છે.
નગરપાલિકાની બાંધકામ શાખાના સૂત્રો મુજબ, ક્વોરી સંચાલકોએ બે દિવસથી હડતાળ ચાલુ કરી છે. જેના કારણે કચપી સપ્લાય હાલ બંધ છે. રોડ રસ્તાના કામોમાં હોળી અને લગ્નોના કારણે લેબર ન આવતાં કામો વિલબંમાં મૂકાયા હતા. હવે લેબર પરત આવ્યા, ત્યાં ક્વોરી સંચાલકોની હડતાળથી કપચીનો સપ્યાલ બંધ થતાં કામો શરૂ થઇ શક્યા નથી.
જોકે, હાલ સરકારમાં વાટાઘાટો ચાલુ હોઇ ઝડપથી હલ આવશે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.સૂત્રોએ કહ્યું કે, બાંધકામના તમામ રો-મટિરિયલમાં ભાવવધારો થયો છે ત્યાં ક્વોરીઓ શરૂ થયા પછી કચપીમાં પણ ભાવવધારાના સંકેતોને લઇ ખાનગી બાંધકામ સાઇટોને પણ કામકાજમાં અસર વર્તાવા લાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.