તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ:ચંદ્રોડામાં પ્રા. શાળાના દરવાજા સામે જ ગટરનું પાણી ભરાતાં બાળકોના આરોગ્ય સામે જોખમ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રોડા પ્રાથમિક શાળાના દરવાજા પાસેથી જ ગટરના પાણી રેલાય છે. - Divya Bhaskar
ચંદ્રોડા પ્રાથમિક શાળાના દરવાજા પાસેથી જ ગટરના પાણી રેલાય છે.

બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાઇ રહી છે. પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત ગામના મુખ્ય રસ્તા ઉપર જ ગંદુ પાણી ભરાયેલું રહેતાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગટરના કામમાં ભષ્ટ્રાચાર આચરાયો હોઇ છેલ્લાં એક વર્ષથી ગામના ત્રણ મુખ્ય રસ્તા ઉપર ગટરનાં પાણી રેલાઇ રહ્યાં છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં કોઈ જ પગલાં લેવાયાં નથી.પ્રા.શાળાના દરવાજા સામે ગટર ઉભરાતાં સ્કૂલનાં બાળકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ગ્રામજનોએ ગામડાંમાં સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે તેવા સવાલ સાથે ગટરના કામ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા ગ્રામજનો રોગચાળાનો ભોગ બને તે પહેલાં ગંદકી દૂર કરવા કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...