કાઈટ ફેસ્ટિવલની ઉજવણી:મહેસાણા ખાતે પૂર્ણાંની ઉડાન કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ, વિવિધ જન જાગૃતિના સંદેશ પતંગ પર લખી ઉડાડવામાં આવ્યા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાં યોજના હેઠળ જિલ્લા કક્ષાનો પૂર્ણાંની ઉડાન કાઈટ ફેસ્ટિવલ કાર્યક્રમની ઉજવણી કરાઈ જેમાં અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના અમલીકૃત પૂર્ણા યોજના હેઠળ જિલ્લા કક્ષાનો હરિભાઈ પટેલ,માન.ચેરમેનકારોબારી સમિતિ,જિલ્લા પંચાયત,મહેસાણા તથા માન. પોલીસ ઇન્સપેક્ટર,એમ એમ વર્ચન સાહેબ અધ્યક્ષતામાં પૂર્ણાની ઉડાન કાઈટ ફેસ્ટીવલ ની ઉજવણી કરવામા આવી હતી.પદાધિકારીઓ દ્વારા ફુગ્ગાઓને ગગનમુક્ત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સખી અને સહેલી એમ કુલ 50 કિશોરીઓ હાજર રહી કાર્યક્રમને અસરકારક બનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પૂર્ણા એટલે કે કિશોરીને સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર કિશોરીને લાગતા વિવિધ જનજાગૃતિલક્ષી સંદેશાઓ પતંગ ઉપર લખી ઉડાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...