ચિન્તેષ વ્યાસ
2022માં રાજ્યમાંથી 15,67,975 વાહનોની ખરીદી થઇ હતી. આ સાથે ગુજરાતનીઓ 2.19 કરોડથી વધુ વાહનોના માલિક બન્યા છે. 15.67 લાખ વાહનો પૈકી 68.34% સાથે 10,71,649 ટુ-વ્હિલરની અને 23.34% સાથે 3,66,038 ફોર વ્હિલની ખરીદી થઇ છે. જો કે, 2021ની સરખામણીએ 2022માં વાહન પસંદગીનો ટ્રેન્ડ બદલાયો છે. જેમાં સૌથી વધુ ઉછાળો ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળ્યો છે. 2021માં ખરીદાયેલા માંડ 9,776 ઇલેક્ટ્રિક વાહનો સામે 2022 માં 68,998 વાહનોની ખરીદી થઇ છે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 7 ગણી વધી છે. કુલ વાહનોની ખરીદીમાં 2021 સામે 2022માં પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોની પસંદગી ઘટી છે.
પેટ્રોલથી ચાલતાં વાહનોની 4.83% અને ડિઝલથી ચાલતાં વાહનોની પસંદગી 0.80% ઘટી છે. જ્યારે ઇલેક્ટ્રિક, સીએનજી અને પેટ્રોલ-સીએનજીથી ચાલતાં વાહનોની ખરીદી વધી છે. ઇલેક્ટ્રિક વાહનોની પસંદગી 3.62%, સીએનજીના વાહનોની 0.68% અને સીએનજીથી ચાલતાં વાહનોની પસંદગી 1.34% નો વધારો થયો છે.
પેટ્રોલથી ચાલતાં વાહનોની ખરીદીમાં 4.83 ટકાનો ઘટાડો નોંધાયો
છેલ્લા 2 વર્ષમાં ઇંધણ પ્રમાણે વાહનોની સંખ્યા
ઇંધણ | 2021 | 2022 |
સીએનજી | 31523 | 50000 |
ડીઝલ | 159395 | 186488 |
ઇલેક્ટ્રિક | 9776 | 68998 |
પેટ્રોલ | 1005219 | 1179338 |
પેટ્રોલ-સીઅનેજી | 34807 | 64523 |
(સ્ત્રોત : મિનસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે વિભાગની વેબસાઇટ)
ખરીદીએ બે વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો
વર્ષ 2022માં રાજ્યમાંથી 15,67,975 વાહનોની ખરીદી થઇ હતી. 2021માં 12,55,798 તેમજ 2020 માં 11,23,348 વાહનોની ખરીદી થઇ હતી. એટલે કે, 2021 કરતાં 25% અને 2020 કરતાં 39% વધુ વાહન ખરીદીએ 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
વાહન વ્યવહારને 4071 કરોડ આવક
વર્ષ 2022 માં રાજ્યના વાહન વ્યવહાર વિભાગને રૂ.4071 કરોડથી વધુની આવક થઇ હતી. જેને લઇ 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. 2021 માં 3133 કરોડથી વધુની, 2020 માં રૂ.2259 કરોડથી વધુની અને 2019 માં રૂ.3197 કરોડથી વધુની આવક થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.