તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરાશા:પલ્સના 500 રોકાણકારે રીફંડ ન મળતાં કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની મંજૂરી માગી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રિમકોર્ટના આદેશ છતાં કંપનીએ રીફંડ નહીં ચૂકવ્યાનો આક્રોશ

દેશમાં પલ્સ કંપનીને વર્ષ 2014માં સેબી દ્વારા બંધ કરાયા પછી 6 કરોડ ગ્રાહકોના અંદાજે 50 હજાર કરોડ રૂપિયા પરત મળ્યા નથી. આ મામલે સુપ્રિમકોર્ટે 6 મહિનામાં રોકાણકારોને નાણાં ચૂકવવા આદેશ કર્યો છતાં કેટલાકને ચૂકવણા બાદ મોટાભાગના રોકાણકારોનાં નાણાં ફસાયેલા છે. જેમાં મહેસાણા જિલ્લાના 500 સહિત ગુજરાતના અંદાજે 30 લાખ રોકાણકારોનો સમાવેશ થાય છે. આ અંગે વડાપ્રધાન સુધી રજૂઆતો પછી પણ નિરાકરણ ન આવતાં મહેસાણાના રોકાણકારોએ ઇચ્છામૃત્યુની પરવાનગી આપવા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.

મહેસાણા એ.બી.નગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ પ્રજાપતિ સહિત રોકાણકારોએ કહ્યું કે, સુપ્રિમકોર્ટે નાણાં ચૂકવવાનો આદેશ કર્યા પછી પણ નાણાં ચૂકવાયા નથી. મહેસાણા જિલ્લામાંથી 500 જેટલા રોકાણકારોના રૂ.500 કરોડ ફસાયેલા છે. આ અંગે વડાપ્રધાન સુધી રજૂઆતો કરી છે. જેમાં કંપનીના વાંકે એજન્ટો અને ગ્રાહકો વચ્ચે ઝઘડા પણ થાય છે.

ત્યારે ગ્રાહકોને તેમના નાણાં રીફંડ મળતાં ન હોઇ 500થી વધુ વ્યક્તિને ઇચ્છામૃત્યુની અરજી માટે આંદોલનની તારીખ આપવા ગત ઓક્ટોબરમાં જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિત આપ્યું હતું. સોમવારે રોકાણકારો કલેક્ટર કચેરીમાં આ મામલે તંત્ર સત્વરે કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જોકે, તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતાં નાણાં પરત ન કરાય તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરી શકાય તેવું માત્ર માર્ગદર્શન મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો