બુટલેગરો વચ્ચે ધીંગાણું:મહેસાણામાં દારૂના ધંધા મામલે બે બુટલેગરોના જૂથ વચ્ચે જાહેરમાં ધીંગાણું સર્જાયુ, 2 દિવસ બાદ 7 સામે ફરિયાદ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલવાર અને ધારીયા સહિત હથિયાર સાથે ધમાલ મચાવી હતી

મહેસાણામાં બે દિવસ અગાઉ ટીબી રોડ પર દારૂના બે ધંધાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દારૂના બે ધંધાર્થીઓ વચ્ચે સરેઆમ તલવાર ધોકા જેવા હથિયારો સાથે બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ ધમાલમાં એક જૂથની ગાડી અને બાઈક તેમજ ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ બે દિવસ બાદ બે જૂથના કુલ સાત લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

મહેસાણા શહેરમાં ટીબી રોડપર વિદેશી દારૂના ધંધાના મામલે બુટલેગરો વચ્ચે ગેગવોર થઈ હતી. જેમાં ટીબી રોડ પર આવેલ પરશુરામ ગાર્ડનની બાજુમાં ઝૂંપડ પટ્ટી પાસે શકરાજી ઠાકોરના માણસો તેમજ ધારા સ્કૂલ પાસે રહેતા દિનેશજી ઠાકોરના જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં બને જૂથના માણસો પોતાના હાથમાં તલવારો અને સહિતના હથિયારો લઇને ધમાલ મચાવતા હંગામો મચાવ્યો હતો.

સમગ્ર મામલે ઠાકોર સજન બેન શકરાજીના પક્ષના કેટલાક માણસોએ દિનેશ હવેલીના મકાન પર લાગેલા કાચના ગ્લાસ અને માલસામાનની તોડફોડ કરી હતી. તેમજ ઘર પાસે મુકેલી ગાડી અને બાઈક ની પણ તોડફોડ કરી હતી. બાદમાં દિનેશ હવેલીના પક્ષના માણસોએ ઠાકોર દિપકજી શકરાજીના ટીબી રોડ પર અવલે બહુચર પાર્લર ઉપર જઇ તોડફોડ કરી નુકશાન કર્યું હતું.

સમગ્ર મામલે મહેસાણા બી ડિવિસજન પોલીસે દીપકજી શકરાજી ઠાકોર, સુનિલજી શકરાજી ઠાકોર, સજન બેન શકરાજી ઠાકોર, ભરતજી વિહાજી ઠાકોર, દિનેશજી ઉર્ફ હવેલી ધનાજી ઠાકોર, સંદીપ ઉર્ફ કલરીયો ભુપત ભાઈ ઠાકોર, ઈશ્વરસિંહ ધનાજી ઠાકોર સામે આઈ પીસી કલમ 294 (ખ) ,143,147,148,149,427,188,269, તેમજ જીપી એકટ 135 તેમજ એપેડેમીક એકટ 1897 કલમ 3 મુજબ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...