તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજમાં બેદરકારી:જુગાર અને વિદેશીદારૂ પકડાતાં સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, 4 પોલીસકર્મી સસ્પેન્ડ

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટોસણમાંથી પકડાયેલા દારૂ અને જુગાર મામલે મહેસાણા એસપીનો નિર્ણય

મહેસાણા તાલુકાના કટોસણ ગામમાં તાજેતરમાં મહેસાણા એલસીબીએ જુગારની રેડ કરી રૂ. 22 લાખનો મુદ્દામાલ તેમજ વિદેશી દારૂનું એક કન્ટેનર પકડવાના કેસમાં મહેસાણા એસપીએ ફરજમાં બેદરકારી બદલ સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એચ. રાજપૂત તેમજ 2 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ભળભળાટ મચી ગયો છે.

કટોસણ ગામે 10 દિવસ અગાઉ મહેસાણા એલસીબીએ કરેલી રેડ દરમિયાન 3 જુગારી રોકડ, મોબાઇલ અને વાહન મળી કુલ રૂ. 22 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે અન્યો વરંડો કૂદીને નાસી ગયા હતા. આ કેસમાં એસપીએ સાંથલ પીએસઆઇ વાય.એચ. રાજપૂતને સસ્પેન્ડ કર્યા હતા અને તેમની સાથે કટોસણ બીટના ઇન્ચાર્જ એએસઆઇ ભરતભાઇ, હેડ કોન્સ્ટેબલ એવા ડીસ્ટાફ ગીરવીરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જીલુભાને સસ્પેન્ડ કર્યા હતા.

જ્યારે સાંથલ બીટના એએસઆઇ ભરતસિંહને તાજેતરમાં મહેસાણા એલસીબીએ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડવાના કેસમાં જવાબદાર ઠરાવી સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો, જ્યારે સાંથલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાથે 4 પોલીસકર્મીઓ એકસાથે સસ્પેન્ડ થતાં સોંપો પડી ગયો હતો. નોંધનીય છે કે, સસ્પેન્ડ થયેલા ગીરવીરસિંહ 10 દિવસ અગાઉ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બદલી થઇને સાંથલ ગયા હતા અને અહીં તેમને જુગારના કેસમાં સસ્પેન્ડ કરાયા છે.

શનિવારે પીએસઆઈને સસ્પેન્ડ કરાયા અંગેના સમાચાર મળતાં જોટાણા વેપારી એસોસીએશન અને સામાજિક અગ્રણીઓ સાંથલ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને અધિકારીના સસ્પેન્શન મુદ્દે ફેર વિચારણા કરવા ઉચ્ચ અધિકારીઓને મળી લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું અગ્રણીએ જણાવ્યું હતું.

સસ્પેન્ડ પોલીસમેન
1.પીએસઆઇ વાય.એચ. રાજપૂત
2.એએસઆઇ ભરતભાઇ
3.એએસઆઇ ભરતસિંહ
4.હેડ કોન્સ્ટેબલ ગીરવીરસિંહ
5.પોલીસ કોન્સ્ટેબલ જીલુભા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો