વિજાપુર નગરપાલિકા સંચાલિત ઝવેરી હાઇસ્કૂલને ખાનગી માણસો તેમજ ખાનગી સંચાલન કરતી સંસ્થાને સોંપવા પાલીકાએ સભ્યોને એજેન્ડામાં આપતા કોંગ્રેસના સભ્યો તેમજ નગરજનો માં વિરોધનો વંટોળ ઉભો થયો છે.
જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વકીલ રતન દેસાઈ, પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ અસપાક અલી સૈયદ કોંગ્રેસના પ્રમુખ રાજુ દેસાઈ વહેરાવાસનના નવીનચંદ્ર પંડ્યા, પીપી રાવ તનજીલ સૈયદ સહીત ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શહેરના દાતાઓ દ્વારા દાન આપીને નગરજનોના બાળકોને શિક્ષણ મળે તે માટે 1942ના વર્ષ માં શિક્ષણ માટે ઝવેરી વી આર હાઇ સ્કૂલને ઉભી કરવામાં આવી હતી. જેનું સંચાલન માટે વહીવટ નગર પાલિકાને સોંપવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, પાલિકા દ્વારા હાલ સુધી વહીવટના કારણે ખુબ સરસ સંચાલન ચાલતું હતું. પરંતુ છેલ્લા સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે ધીમે ઓછી કરીને મુદ્દો બનાવીને બીજી સંસ્થાઓને આપવા અને તેમાં ભ્રષ્ટાચાર થાય તેવી શંકાઓ ઉભી થઈ છે.
આ સંસ્થા સરકારના હસ્તક છે. સરકારે ફક્ત પાલિકાને સંચાલન કરવા માટે આપી છે. જે અન્ય કોઈ સંસ્થાને આપી શકે નહીં અને નગતજનોના હિતમાં તેમજ નગર શેઠ ઝવેરી વિઠ્ઠલ ભાઈ રાણછોડદાસ દ્વારા આપવામાં આવેલા દાન અને નગરજનોના વડીલોએ આપેલા દાનનો મહિમા સાચવવો નગરજનોનો હક છે. જેથી જો શાળાને અન્ય સંસ્થાને સોંપવાના એજેન્ડામાં મુકવામાં આવેલો પ્રશ્ન દૂર કરવો. જો તેમ કરવામાં નહી આવે તો સત્તાધીશો તેમજ પાલિકાનો ઘેરાવો સમગ્ર નગરજનો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.