તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં રોષ:મહેસાણા- વિરમગામ રેલ્વેલાઈન પર બોરીયાવી ફાટક બંધ કરાતાં વિરોધ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ફાટક બંધ થતાં ખેતરોમાં જવા તકલીફ પડવાની શક્યતાને લઈ સ્થાનિકોમાં રોષ

મહેસાણા-વિરમગામ રેલવે લાઈન ઉપર બોરીયાવી ગામ પાસેના રેલવે ફાટકને બંધ કરાતા સ્થાનિકો અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. રેલવે ફાટક બંધ થવાના કારણે મહેસાણા તરફ જવા તેમજ ખેતરોમાં ફરીને જવુ પડે તેમ હોવાથી ખેડૂતોએ રેલવે ફાટક ખુલ્લુ કરાવવા શનિવારે રેલવે ફાટક પાસે એકઠા થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહેસાણા-વિરમગામ રેલવે લાઈન ઉપર બોરીયાવી ગામ પાસે 7 નંબરનું ફાટક બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ફાટકના વિકલ્પમાં 8 નંબરનું ફાટક ખોલવામાં આવ્યુ છે. જેમાં ગરનાળુ હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય તો બંને ફાટકો બંધ રહેવાના કારણે બોરીયાવી તેમજ આગળના ગામના લોકોને મહેસાણા તરફ જવા માટે ઘણું અંતર કાપીને જવું પડે તેમ છે. જ્યારે ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડે તેમ હોવાથી શનિવારે સવારે બોરીયાવીના ખેડૂતોએ રેલવે ફાટક પાસે આવીને વિરોધ કાર્યક્રમ કર્યો હતો.

જેના કારણે કટોસણ સ્થિત રેલવે અધિકારી પ્રકાશ પટેલ તેમજ આરપીએફના મીણા સહિત જવાનો દોડી આવીને ખેડૂતોને સમજાવ્યા હતા. વિરોધ કાર્યક્રમ બાબતે બોરીયાવીના સરપંચ પારસંગભાઈ ચૌધરીએ કહ્યુ હતુ કે, 7 નંબરનું ફાટક બંધ કરીને 8 નંબરનું ફાટક ખુલ્લુ રખાયુ છે. પરંતુ તેમા ગરનાળુ હોવાથી ચોમાસામાં ખેતરોમાં જવા તકલીફ પડી શકે છે. તેથી અમે વિરોધ કરતા રેલવે અધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે, 7 નંબરનું રેલવે ફાટક બંધ થવાના કારણે પાલાવાસણા તરફ જવા માટે ઘણું અંતર કાપવું પડે તેમ છે. તેથી 7 નંબરનું ફાટક નહી ખોલવામાં આવે તો સોમવારે કલેક્ટરને લેખિત રજૂઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...