યુવકની ધરપકડ:યુવતીને સાથે જીવવાનું વચન આપી પરિણીત યુવકે 3 વાર દુષ્કર્મ આચર્યું

ગોઝારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુષ્કર્મ આચરનાર ગોઝારિયાના યુવક સહિત 2ની ધરપકડ
  • પિતાએ દવા પિતાં યુવતી ઘરે પહોંચતાં મામલો બહાર આવ્યો

મહેસાણા જિલ્લાના એક ગામની અને કાયદાનો અભ્યાસ કરતી યુવતી પર યુવકે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતાં લાંઘણજ પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક અને મદદગારી કરનાર બે પૈકી એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, 25 વર્ષીય યુવતી ગાંધીનગર લો કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોઝારિયાના અશ્વિન ઠાકોર સાથે દોઢ વર્ષ પૂર્વે પરિચયમાં આવી હતી.

સમય જતાં બંનેના સંબંધની જાણ અશ્વિનની પત્ની અને પરિવારને થઇ ગઇ હતી. ગત 10 મેના રોજ મહેસાણા પ્રસંગમાં અશ્વિનની પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવતી ઘરે આવતાં તેની માતાને પણ આ સંબંધની જાણ થઇ હતી. આથી તેણે અશ્વિનને ફોન કરીને કહ્યું કે,તારા કારણે મારે કેનાલમાં પડવાનો વારો આવ્યો છે.

આથી તેણે આપણે બંને જણા જોબ કરીશું અને તારા ડોક્યુમેન્ટ સાથે લઈ લેજે, આપણે સાથે જીવીશું તેવી વાત કરી ભગાડીને નંદાસણ હાઇવે પર લઈ આવ્યો અને મિત્ર ચિંતન નજીકમાં ગોડાઉનમાં બંનેને મૂકી બારણું બંધ કરી નીકળી ગયો હતો. જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

બીજા દિવસે યુવતીની બેનનો ફોન આવ્યો કે પપ્પાએ ઝેરી દવા પીધી છે, તું જ્યાં હોય ત્યાંથી પાછી આવી જા તેમ કહેતાં યુવતી રડવા લાગતાં આરોપીઓ ગભરાઈ ગયા હતા અને અશ્વિનનો મિત્ર તેના ઘરે મૂકી ગયો હતો.યુવતીએ લાંઘણજ પોલીસમાં ગોઝારિયાના ઠાકોર અશ્વિનજી અમરતજી, ઠાકોર અશ્વિનજી પોપટજી તેમજ નંદાસણના ચિંતનજી ઠાકોર સામે અપહરણ, દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર અશ્વિન ઠાકોર અને મદદગારી કરનાર ચિંતન ઠાકોરની ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...