તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-4:બજારમાં ટ્રાફિક હળવો કરવા ગોપીનાળાથી સીધો સાર્વજનિક રોડનો વાયદો અધુરો રહ્યો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોપીનાળાથી સાર્વજનિક તરફનો રોડ બનાવવાનાં કામના વાયદા પછી દિવાલ પગથિયા તોડ્યા પછી રોડનું કામ અધ્ધરતાલ રહ્યું - Divya Bhaskar
ગોપીનાળાથી સાર્વજનિક તરફનો રોડ બનાવવાનાં કામના વાયદા પછી દિવાલ પગથિયા તોડ્યા પછી રોડનું કામ અધ્ધરતાલ રહ્યું
 • રેલ્વેના નવા ગોપીનાળાએ ચોમાસામાં જનતા સુપર માર્કેટના વેપારીઓની મુસીબત વધારી

શહેરના જૂના બસ સ્ટેશનથી રાજમહેલ રોડ તોરણવાળી થઈ આઝાદ ચોક સુધી મુખ્ય બજારો ને આવરી લેતા વોડૅ નંબર- 4 વિસ્તારમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ પાસે વળાંકમાં રોજ વાહનોનો ટ્રાફિક જામ સર્જાતો હોય છે,આ સમસ્યાના નિવારણ માટે ગોપીનાળાથી સીધો સાર્વજનિક તરફ નીકળતો માર્ગ કરવાનું પાલિકાના તત્કાલિન સત્તાધીશોએ વાયદો કરી જનતા સુપર માર્કેટની બાજુમાં દીવાલ, પગથિયા તોડ્યા પછી આ કામ પૂરું ન થતા વાયદો અધુરો જ રહ્યાનુ વેપારીઓ જણાવી રહ્યા છે .જનતા સુપર માર્કેટના કેમિસ્ટ પ્રમુખ કુંજનભાઇ મોદીએ કહ્યું કે ,ગોપીનાળાથી વળાંકમાં અવારનવાર ટ્રાફિક રહેતો હોઇ ગોપીનાળાથી સીધો સાર્વજનિક તરફ અને બસ સ્ટેશન નીકળતો રસ્તો પણ મળી જાય આવી વ્યવસ્થાનું આયોજન પાલિકાએ કર્યું હતું.પરંતુ આ વાયદો અધુરો રહ્યો છે વળાંકમાં ટ્રાફિક વધુ રહેતો હોઇ રસ્તાની જરૂર છે.

વેપારી હિતેન્દ્રભાઈ પટેલે કહ્યું કે નવું ગોપીનાળુ બનાવ્યું એમાં જનતા સુપર માર્કેટ ના વરસાદી પાણી નિકાલની લાઈન રેલવેમાં પુરાણ થઈ ગઈ.પાણી નિકાલ ન થઇ શકતાં ચોમાસામાં માર્કેટના નીચેની દુકાનોમાં પાણી ભરાય છે .નવું નાળુ માર્કેટ માટે નવી મુસીબત લઈને આવ્યુ.છે. આઝાદ ચોકના કેબિન ધારક વેપારીઓએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી 27 કેબીનો રેગ્યુલર કરી આપવા પાલિકામાં માગણી કરાઈ છે.

મહાત્મા ગાંધી મ્યુનિસિપલ શોપિંગમાં એડવોકેટ ઉજાસભાઈ યાજ્ઞિકે કહ્યું બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીના આખા રોડમાં પાર્કિંગની સુવિધા નથી,ગણપતિ મંદિર પાસે પણ અલગથી પાર્કિંગ વ્યવસ્થા નથી,તાલુકા પંચાયત નજીક આરોગ્યની જૂની જગ્યા પડતર પડી રહી છે તે વાહન પાર્કીંગ પોઇન્ટ બનાવવો જોઇએ જેથી બજારમાં પાર્કિંગની સમસ્યા હળવી થઈ શકશે.વ્યાસના મોહલ્લામાં રહેતા મુકેશભાઈ મોદીએ કહ્યું કે ઊંચી શેરીથી માંડીને વિસ્તારોમાં ગટર ઊભરાવવાની સમસ્યા વારંવાર સર્જાતી હોઇ આ સમસ્યામાંથી મુક્તિ મળવી જોઈએ.

ઉંચી શેરીના અશોકભાઈ જોષીએ કહ્યું ,કસ્બા પોલીસ ચોકી તેમજ ઊંચી શેરી પાસે ટાંકીની જગ્યા ખુલ્લી થઇ ત્યાં બાળકો માટે બાલમંદિર આંગણવાડી બનાવી વિસ્તારનો વિકાસ કરવો જોઈએ. સથવારા વાસમાં ગૌરવ પંચાલ તેમજ કવિતાબેન એ કહ્યું નીચાણમાં ઢાળ હોઈ ચોમાસમાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોઇ પાણીના નિકાલની વ્યવસ્થા ઇચ્છીએ છીએ.

જાતિ સમીકરણ
વોર્ડ નં. 4માં ઠાકોર 895, પ્રજાપતિ 905, બારોટ 708, શાહ 449, મોદી 380, પટેલ 365, સથવારા 322, પરમાર 278, પઠાણ 201, ચૌહાણ 193, સોલંકી 168, ભાવસાર 156, સોની 151, દેવીપૂજક 148, રાજપુત 148,રાઠોડ 139, રાવળ 139,શેખ 132,રામી 129, શર્મા 128, જાની 115, ગુપ્તા 105, મકવાડા 104, રાવલ 104 સહિત મતદારોનો સમાવેશ થાય છે.

વર્ષ 2015ની ચૂંટણીમાં ચારેય બેઠક પર ભાજપે જીત મેળવી હતી
મહેસાણા પાલિકાની વર્ષ 2015ની ચૂ઼ટણીમાં વોર્ડ નં.4માં ભાજપના ચારેય ઉમેદવાર નિશાબેન બારોટ, રાજબા દરબાર, નવીનકુમાર પરમાર અને ગિરીશભાઇ રાજગોરની પેનલ વિજેતા થઇ હતી.

વોર્ડ નં.4માં સમાવિષ્ટ વિસ્તાર
સિવિલ હોસ્પિટલ થઇ પોલીસ હેડક્વાર્ટરથી બહુમાળી,રાજમહેલ,બસસ્ટેશન થઇ ઊંચો ભાટવાટવાડો,વ્યાસ મહોલ્લો,રબારી વાસ થઇ બ્રહ્માણી મંદિરથી જનતાનગર, શાકમાર્કેટ, લાલચંદ લાટી, ખંડેરાવ માર્કેટ સુધી.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક - અનુસુચિત જાતિ
બીજી બેઠક -સામાન્ય
ત્રીજી બેઠક-પછાત વર્ગ
ચોથી બેઠક -સામાન્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો