કાર્યવાહી:મહેસાણાના ટીબી રોડ પર 31મી ડિસેમ્બરની રાત્રે આતંક મચાવનારી ગેંગના 6 ઈસમો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક આરોપી હજુ પોલીસ પકળથી દૂર હોવાથી પોલીસે તેને ઝડપવા ચક્રોગતિમાન કર્યા

મહેસાણાના ટીબી રોડ પર 31મી ડિસેમ્બરની રાત્રે આતંક મચાવનારા ગેગના છ લોકો સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં મારમારી અને હત્યાના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસના એક આરોપી મનીષ ઉર્ફ ભુરિયો સારવાર દરમિયાન મહેસાણા સિવિલથી ઝડપાયો હતો. બાદમાં તપાસ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ એમ વાળા પાસે જતા ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા ઈસમોને અગાઉ કરેલા ગુના અંગે વિગતો મેળવી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ સામે અત્યાર સુધીમાં 18 ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં મારમારી, જાનથી મારી નાખવાની ધમકીઓ, ચોરી, અપહરણ, ખૂનની કોશિસ જેવા ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે.

હાલમાં મહેસાણા પોલીસે ઠાકોર દિલીપજી, ઠાકોર વિજયજી, ઠાકોર સંદીપજી, ઠાકોર જય, મનીષ ઉર્ફ ભુરિયો અને ઠાકોર દીનેશજી વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મુખ્ય આરોપી દિનેશ ઠાકોર ઉર્ફ દિનેશ હવેલીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.