તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Proceedings Of The Meeting Held By The Husband Of The Chairman Of The Women And Child Development Committee Of The District Panchayat Will Be Canceled.

ભાસ્કર ઇમ્પેક્ટ:જિલ્લા પંચાયતની મહિલા-બાળ વિકાસ સમિતિનાં ચેરમેનના પતિએ લીધેલી બેઠકનું પ્રોસિડિંગ રદ કરાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં

જિલ્લા પંચાયતના મહિલા-બાળ વિકાસ સમિતિના ચેરમેનના પતિદેવે સોમવારે લીધેલી બેઠકનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અહેવાલના 24 કલાકમાં જ તંત્રઅે બેઠકની પ્રોસિડિંગ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

સમિતિનાં ચેરમેન મિનાબેન પટેલના પતિ નરેન્દ્રભાઇ પટેલે સોમવારે અાઇસીડીઅેસ વિભાગની બેઠક લીધી હતી. સ્ત્રી સશક્તિકરણના લીરા ઉડાતી આ બેઠકનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જિલ્લા પંચાયતનું વહિવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ચેરમેનના પતિદેવ દ્વારા બેઠકમાં કરાયેલા 8 જેટલા ઠરાવોને રદ્દ કરવાની સાથે આખી પ્રોસેડીંગ રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. બેઠકની પ્રોસિડિંગ રદ કરવાની કાર્યવાહી બાદ આગામી દિવસોમાં ફરી બેઠક બોલાવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...