તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેદીની સખાવત:મહેસાણામાં આજીવન કેદની સજા ભોગવતા કેદીએ જેલ કામગીરીમાં મળતા પગારમાંથી બચત કરી રામ મંદિર માટે 11 હજારનું દાન કર્યુ

મહેસાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 16 વર્ષથી બે કેદીઓ ભોગવી રહ્યા છે આજીવન કેદની સજા
 • હત્યાના ગુનામાં બંન્નેને 2005માં થઇ હતી સજા

મહેસાણાની જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજાના બે કેદીઓ છેલ્લા 16 વર્ષથી કારાવાસ ભોગવી રહ્યાં છે. આ બે કેદીઓએ જેલ કામગીરીમાં મળતા પોતાના પગારમાંથી બચત કરીને રામ મંદરના નિર્માણ માટે 11 હજારનું દાન કર્યું છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સચિન મોદી અને ચાંદખેડાના જયેશ શ્રીમાળી 1992થી રામ સેવા સમિતિના કાર્યકર રહ્યા છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં વર્ષ 1992માં કરવામાં આવેલ કાર સેવામાં ભાગ લેનાર અમદાવાદના નરોડાના સચિન મોદી અને ચાંદખેડાના જયેશ શ્રીમાળી 2002માં રામ જન્મભૂમિ અયોધ્યામાં થયેલ કાર્યોમાં પહોંચ્યા હતા અને ત્યાંથી રેલવેમાં પરત ફરતી વખતે ગોધરામાં સર્જાયેલી ધ બર્નિંગ ટ્રેનની ઘટના તેમને નિહાળી હતી, જેમાં હત્યાના કેસમાં બંન્નેને આજીવન કેદની સજા થઈ હતી.

આ અંગે કારાવાલ ભોગવી રહેલા સચિન મોદીની પત્ની ભુમિકાબેન મોદીએ જણાવ્યું હતું કે, મારા પતિ 1992માં અને 2002 આયોધ્યા રહી ચુક્યા છે. રામ મંદિર એમનું બાળપણનું સપનું છે. એ અત્યારે કારાવાસ ભોગવી રહ્યા છે પણ એમની જેલની કામગીરીમાં મળતા પગારમાંથી બચત કરી 11 હજારનો ચેક રામ મંદિર માટે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો