તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા ઉપનગર જૈન સંઘમાં સોમવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રીરાજસુંદરવિજયજી મ.સા.એ કહ્યું કે, પ્રેમનો સૌથી મોટો દુશ્મન છે વહેમ. જે દિવસે વહેમરૂપી બે-ચાર લીંબુના ટીપાં પ્રેમના દૂધમાં પડે છે, બસ એ જ દિવસથી અરે એ જ ક્ષણથી પ્રેમનું દૂધ ફાટવાની શરૂઆત થઈ જાય છે. સમય જતાં સંપૂર્ણ દૂધ ફાટી જાય છે. તેથી વહેમને હંમેશા પ્રેમથી દૂર રાખવો જોઈએ.
હમણાં એક વિચિત્ર ઘટના બની. એક પતિ-પત્નીમાં એટલા ઝઘડા થવા લાગ્યા કે, વાત છેક છુટાછેડા સુધી પહોંચી ગઇ. બન્યુ એવું કે, એક દિવસ પતિના શર્ટ ઉપરથી કોઈ સ્ત્રીનો મોટો વાળ પત્નીને કપડાં ધોતી વખતે દેખાયો. બસ વહેમની વ્હેલમાછલી મનના સમુદ્રમાં કૂદકા મારવા લાગી અને સંકલેશનાં મોજા ઉછળવા લાગ્યા. પછી તો પત્ની કોઈપણ બહાને પતિ ઉપર શંકા કરવા લાગી. વારંવાર ઝઘડા થવા લાગ્યા. પત્નીનું મન વારંવારની શંકાથી-વહેમથી એટલું ખરાબ થઈ ગયું કે, તેને એ જ દિશાનો વિચાર આવવા લાગ્યો.
મનની કેવી વિચિત્રતા છે, એકવાર મનમાં આવી ગાંઠ બંધાઈ જાય પછી તેને ખોલવી અઘરી પડે છે. એકવાર વહેમના ચશ્મા પહેરાઈ જાય પછી તે રીતે જ દ્રશ્ય દેખાવાનું. એકવાર તો હદ થઈ ગઈ કે, પત્ની પતિનો ધોવા મૂકેલો શર્ટ સુક્ષ્મતાથી જોઈ રહી હતી કે, વાળ દેખાય છે કે નહીં. ના દેખાયો બહું જોયો તોય ના દેખાયો. છતાં જોરજોરથી રડવા લાગી. પતિએ કહ્યું કે, તું હવે કેમ રડે છે? આજે તો ઝઘડાનું કોઈ કારણ નથી? પત્નીએ રડતાં રડતાં જ ઝઘડો કરતાં જવાબ આપ્યો કે, મને ખબર છે કે પહેલા તમને વાળ સાથે પકડ્યા છે, એટલે હવે પકડાઈ ના જાઓ એટલા માટે તમે ટાલવાળી સ્ત્રીને પ્રેમ કરી રહ્યા છો. હવે રડું નહીં તો બીજું શું કરૂં?
વહેમીલા સ્વભાવવાળી વ્યક્તિ સતત દુઃખી ના થાય તો શું થાય? ઘણીવાર કંઈ ન હોય તો ય વહેમના કારણે વાવંટોળ ઉભો થઇ જતો હોય છે. પ્રેમને ટકાવવો હોય તો વહેમને અટકાવવો જરૂરી છે. કારણ કે પ્રેમ પછી વહેમ આવશે તો આગળ જતાં ગેમ પણ ચાલું થઈ જશે. એટલે વહેલી તકે વહેમમુક્ત બનવું આવશ્યક છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.