શીરદર્દ સમસ્યા:રખડતાં ઢોર સ્થાનિક પાંજરાપોળ સ્વીકારતી ન હોઇ મહેસાણા પાલિકાના 100 કિમી દૂર છોડવાની તૈયારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડર, અમદાવાદ, સિદ્ધપુર, નાગવાસણા અને ખેડબ્રહ્મા પાંજરાપોળનો સંપર્ક કરાયો

મહેસાણા શહેરમાં શીરદર્દ બની ગયેલી રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા પાલિકાના લાખ પ્રયાસો પણ હજુ સફળતા મળી નથી. સોમવારે બિલાડીબાગ નજીક ગાયની અડફેટે ચડેલા એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, પાલિકાએ જ્યાં સુધી ઢોર સ્વીકારવા કોઇ પાંજરાપોળ તૈયાર ન થાય ત્યાં સુધી રખડતાં ઢોર પકડીને સાચવવા ક્યાં તેવી વિમાસણમાં ઢોર પકડવાનું બે મહિનાથી બંધ કરી દીધું છે.

બીજી તરફ મહેસાણાની પાંજરાપોળ રખડતાં ઢોર સ્વીકારતી ન હોઇ ચીફ ઓફિસરના આદેશથી સેનેટરી ટીમ દ્વારા 100 કિલોમીટર દૂરની ઇડર, અમદાવાદ, સિદ્ધપુર, નાગવાસણા બાદ મંગળવારે ખેડબ્રહ્મા પાંજરાપોળનો સંપર્ક કરાયો છે. પરંતુ હજુ કંઇ નક્કી થયું નથી.

નગરપાલિકાની સેનેટરી શાખાની ટીમ અમદાવાદ સંસ્થાની કલોલના રાંચરડાની પાંજરાપોળ, ઇડર, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, બાજુમાં નાગવાસણા ગામની પાંજરાપોળનો સંપર્ક કરીને આવી પણ હજુ સંસ્થાએ ટ્રસ્ટી સાથે વાટાઘાટો કરી જણાવીશું તેમ કહેતાં હજુ નક્કી થઇ શક્યું નથી.

મહેસાણા પાંજરાપોળને વધુ અનુદાન આપવા તૈયારી
દરેક નગરપાલિકા વિસ્તારમાં પકડેલા ઢોર સ્થાનિક પાંજરાપોળ જરૂરી અનુદાન લઇ સ્વીકારતી હોય છે તેમ મહેસાણામાં રાધનપુર રોડ પાંજરાપોળ સંસ્થાને અનુદાન લઇ રખડતાં ઢોર સ્વીકારવા 30 માર્ચે પત્ર કર્યો છે. પણ હજુ કોઇ તૈયારી દર્શાવાઇ નથી. કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, શહેરમાં રખડતાં ઢોર પકડી 100 કિમી દૂરની પાંજરાપોળમાં મોકલવામાં ટ્રાન્સપોટેશન ખર્ચ પણ થાય છે, મહેસાણાની પાંજરાપોળ રખડતાં ઢોર સ્વીકારતી હોય તો પાલિકા અન્ય શહેર કરતાં વધુ અનુદાન આપવા પણ તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...