મહેસાણા નગરપાલિકા ફાયર ટીમ મારફતે આગ અકસ્માત સમયે કરાતી કામગીરીમાં 4 વર્ષ પહેલાં નક્કી કરેલો ચાર્જ લઇ રહી છે. પરંતુ હાલમાં ડીઝલ અને રેસ્કયુ સાધનોના ભાવમાં થયેલા વધારાને ધ્યાને લઇ આ ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. જોકે, મહાનગરપાલિકાઓ તેમજ ઓએનજીસીના ચાર્જનો અભ્યાસ કરાશે અને પછી ચાર્જ નક્કી કરશે. આ અંગે 25મીની સામાન્ય સભામાં નિર્ણય લેવાઇ શકે છે.
શહેરમાં નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા આગ અકસ્માત, બચાવ કામગીરી, ડેડબોડી શોધખોળ વગેરે કોલ આવતાં પહોંચી જતી હોય છે. જે માટે ગત 27 એપ્રિલ 2018ના ઠરાવથી ચાર્જ નક્કી કરેલા છે. જેમાં ઔદ્યોગિક એકમોમાં આગ હોલવવા વોટર બ્રાઉઝરના પ્રતિ કિમી રૂ.25 અને પાણીના મિનિ ફાયર ટેન્ડરમાં પ્રતિ કિમી રૂ. 15 દર વસૂલાય છે.
હવે ડીઝલના ભાવમાં વધારો થયો છે તેમજ બ્રાઉઝરની હોજ પાઇપ, કેમિકલ, બોઇલ ફાયર વગેરે વખતે ઉપયોગમાં લેવાતાં ફોમ સોલ્યુશન વગેરેના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો હોઇ આગ અકસ્માતોની કામગીરીના ચાર્જમાં વધારો કરવા પાલિકા વિચારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.