મહેસાણા જીઆઈડીસી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી હોય પાલિકાના તમામ વેરા વેપારીઓ ભરી રહ્યા છે જોકે નગરપાલિકાની લાઈન હોવા છતાં નર્મદાનું પીવાનું પાણી મળતું ન હોય જીઆઇડીસીના ટ્યુબવેલ થી ૨૦૦૦થી વધુ ટીડીએસ વાળું પાણી વેપારીઓ અને કામદારોને પીવુ પડતું હોય છે ત્યારે અઠવાડિયામાં કેટલાક દિવસ નર્મદાના પાણીની વ્યવસ્થા થાય તે માટે જીઆઇડીસી વેપારી હોદ્દેદારોએ શુક્રવારે નગરપાલિકાની મુલાકાત લઇ ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે પરામર્શ કર્યો હતો.
જેમાં સરપ્લસ પાણીમાંથી અઠવાડિયામાં બે દિવસ પાણી જીઆઇડીસીમાં સપ્લાય થાય તેવું આયોજન કરવા હકારાત્મક દિશામાં વિચારણા કરાઇ હતી. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, જીઆઇડીસી તરફથી નર્મદાના પાણી માટે અરજી આવેલી છે. દર ત્રણ દિવસે એક ટાઇમ નર્મદાનું પાણી મળી રહે તે માટે આયોજન કરાઇ રહ્યું છે. અઠવાડિયામાં બે વખત પાંચ, પાંચ લાખ લિટર પાણી વિસ્તારમાં સપ્લાય કરવા માટે વિચારણા કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.