તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મ્યુનિ.ગ્રાઉન્ડના સંચાલન માટે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.ની તૈયારી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ડે-નાઇટ ટૂર્ના. રમી શકાય તેવા મેદાનનું કામ પૂર્ણતાના આરે
  • અગાઉ પણ એક સંસ્થાએ સંચાલન માટે પાલિકામાં દરખાસ્ત કરી છે

મહેસાણા મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલુ વર્ષે ડે-નાઇટ ટૂર્નામેન્ટ રમી શકાશે. હાલ સિવિલ વર્ક 90 ટકા પૂર્ણ થઇ ગયું છે, ત્યારે બે સંસ્થાએ ગ્રાઉન્ડ સંચાલન માટેની દરખાસ્ત નગરપાલિકામાં કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મહેસાણા નગરપાલિકા દ્વારા રણજી ટ્રોફી રમી શકાય તેવું અદ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શકો માટે સ્ટેડિયમ સાથે તૈયાર કરાઇ રહ્યું છે. જેમાં નગરપાલિકા ગ્રાઉન્ડ તૈયાર થયા પછી મોડલબેઝ નીતિ- પૉલિસી બનાવશે. જોકે, આ પહેલાં સૂચનો અને દરખાસ્તનો દોર શરૂ થઇ ગયો છે.

નગરપાલિકાના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડનું સંચાલન કરવાની તૈયારી દર્શાવતી દરખાસ્ત પાલિકામાં સોંપાઇ છે. આ અગાઉ ક્રિકેટ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી એક સંસ્થાએ પણ દરખાસ્ત કરી હતી. જોકે, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ કેવી રીતે સંચાલન વ્યવસ્થા કરવી તે અંગે સૂચનો મેળવી રહ્યા છે. બુધવારે એસો.ના હોદ્દેદારો પાસેથી પાલિકામાં પદાધિકારીઓ, અધિકારીએ સંવાદ કરી સૂચનો જાણ્યા હતા.

નગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં કંઇ ગતિવિધિ નથી. ગ્રાઉન્ડ સંચાલન વ્યવસ્થા માટે પાલિકા વિચારણા કરી ચોક્કસ મોડલ નક્કી કરશે અને પછી નિર્ણય કરશે, હાલ સૂચનો જાણી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...