વીજ કાપ:મહેસાણા-1ના તમામ અને 2ના કેટલાક વિસ્તારોમાં આજે સવારે 8 થી સાંજે 6 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 66 કેવી સબ સ્ટેશનનું વીજ સમારકામ, વીજ સમારકામ પૂર્ણ થયે કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે

મહેસાણા શહેર 1ના વિસ્તારોમાં 66 કેવી સબ સ્ટેશનમાં સમારકામ હોઈ આજે રવિવારે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાશે. વીજ સમારકામ પૂર્ણ થયે કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.

મહેસાણા-1માં આવેલા તમામ ધોબીઘાટ રોડ, સોમનાથ રોડ, વિસનગર લીંક રોડ, ગાંધીનગર લીન્ક રોડ, વિસનગર રોડ, દેલા વસાહત રોડ, ઉચરપી રોડ, ઇન્દિરાનગર, મહેસાણા પરા વિસ્તાર, કસ્બા વિસ્તાર, શોભાસણ રોડ, ગંજ બજાર, ગંજબજાર પાછળનો વિસ્તાર, પાંચ લીંબડી, પિલાજીગંજ, બસ સ્ટેશન રોડ વિસ્તાર, પોલીસ હેડ ક્વાર્ટર્સ વિસ્તાર, તાવડીયા રોડ, માનવ આશ્રમથી તોરણિયા પરા સુધી તેમજ મહેસાણા-2 માં આવેલ વિસ્તારો જેવા કે જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ વિસ્તાર, રાધનપુર ચોકડીથી રાધે કિર્તન ફ્લેટ સુધીના આવેલા વિસ્તારો, રામોસણા ગામ, ચવેલી નગર વિસ્તાર, રાજધાની ટાઉનશીપ, સહારા ટાઉનશિપ વગેરે વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...