વાઈરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો:ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું, 'ચીકીના ધંધામાં મારે તથા મારા પરિવારને કોઈ લેવા દેવા નથી'

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ ચાલુ કરવામાં આવતા હાલમાં આ મામલે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે હાલમાં ચીકી બંધ કરી મોહનથાળને પ્રસાદી રૂપે આપવા માટે અનેક લોકો માંગ કરી રહ્યા છે. આ તમામ પાસા વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસજે વાઇરલ થયો હતો જેમા " મોહનથાળ બંધ કરાવી ચીકી ચાલુ કરાવવામાં રજની પટેલનો હાથ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જે મામલે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે પોતાન ફેસબુક પેજ મારફતે પોસ્ટ કરી આ મામલે સ્પષ્ટતા કરી છે.

સમગ્ર સોસીયલ મીડિયામાં થયેલા વાઇરલ મેસેજ અંગે રજની પટેલે પણ પોતાના ફેસબુક મારફતે એક પોસ્ટ કરી જણાવ્યું છે કે"ચીકીના ધંધામાં મારે તથા મારા પરિવાર ને કોઈ લેવા દેવા નથી,જગત જનની માં અંબાજી મંદિર ને રાજકીય લાભ ખાટવા થઈ રહેલા ઊપયોગ બાબતે દુઃખ વ્યક્ત કરું છું વોટ્સએપ પર ફોરવર્ડ થઈ રહેલા સદંતર ખોટા મેસેજમાં અંબાજી ખાતે રજની પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને બંધ કરાવી ચીકીનો પ્રસાદ શરૂ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે તે તદ્દન પાયા વિહોણા મેસેજ છે.શરમ અને દુઃખની વાત છે કે દેશ ના પ્રમુખ યાત્રાધામોમાં આવતું જગત જનની મા અંબાના આ આસ્થા સ્થાનને રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરાય રહ્યો છે.માં અંબા આવા લોકોને સદબુદ્ધિ આપે એજ પ્રાર્થના.

અન્ય સમાચારો પણ છે...