તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:પોસ્ટેજ ટિકિટો ઉખાડી અન્ય ગ્રાહકોને વેચી રોકડી કરનારા પોસ્ટ કર્મીને બે વર્ષની સજા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા જીઆઈડીસી પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસીસ્ટન્ટને સજા અને 10 હજાર દંડ

પોસ્ટ ટિકિટોને ઉખાડી અન્ય ગ્રાહકોને વેચાણ કરવાના કેસમાં મહેસાણા જીઆઈડીસી પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસીસ્ટન્ટ સોહિલ વ્હોરાને ચીફ કોર્ટે બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અમદાવાદના વાસણામાં રશ્મી ફ્લેટમાં રહેતા સોહિલ ઉમેશભાઈ વ્હોરા (જૈન) મહેસાણા જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં તા. 9-6-2008 થી તા.21-12-2009 દરમિયાન પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને રજીસ્ટર સ્પીડપોસ્ટ આર્ટીકલોની કામગીરી કરતા હતા.

તેઓ બીએસએનએલની ઓફિસના રજિસ્ટર આર્ટીકલની વધારે કિંમતની પોસ્ટની ટિકિટ ગણી, મેળવી તે આર્ટીકલને જે-તે સ્થિતિમાં રવાના ન કરી ઓછી કિંમતના આર્ટીકલ તરીકે બુક કરી વધારાની પોસ્ટેજ ટિકિટો ઉખાડી લઈ અન્ય ગ્રાહકોને વેચાણ કરતા હતા.

આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તપાસમાં અન્ય ગ્રાહકોને વેચાણ કરેલી ટિકિટોમાંથી રૂ.9447 અંગત ઉપયોગમાં વાપરી હંગામી ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું. આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પિયુષભાઈ દવેની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ આર.જે. પટેલે આરોપીને બે વર્ષ સખત કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદ કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...