તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનનો કહેર:મહેસાણામાં એક જ દિવસમાં નવા 11 કોરોના પૉઝિટિવ કેસ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખરોડ ગામનાં 100 વર્ષનાં વૃદ્ધાએ કોરોના રસી લીધી - Divya Bhaskar
ખરોડ ગામનાં 100 વર્ષનાં વૃદ્ધાએ કોરોના રસી લીધી
  • મહેસાણા-8, ઊંઝા-ખેરાલુ-બહુચરાજીમાં 1-1 કેસ
  • 4 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ, 51 સારવાર હેઠળ

જિલ્લામાં ચૂંટણી બાદ કોરોનાના કેસો વધ્યા છે. શુક્રવારે 11 કેસ નોંધાયા, જેમાં મહેસાણા શહેરમાં નરસિંહનો માઢ 76 વર્ષીય મહિલા, લાખવડી ભાગોળ 25 વર્ષીય પુરૂષ, માલ ગોડાઉન રોડ 23 વર્ષીય મહિલા તેમજ ગંજ બજાર રોડ 58 અને 63 વર્ષીય મહિલા અને 61 વર્ષીય પુરૂષ, રાધનપુર રોડ 72 વર્ષીય પુરૂષ, પાંચોટમાં 52 વર્ષીય મહિલા તેમજ ઊંઝા વૈજનાથ પરૂમાં 26 વર્ષીય મહિલા, ખેરાલુમાં 40 વર્ષીય મહિલા અને બહુચરાજીમાં 61 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. શુક્રવારે 164 દર્દીના સેમ્પલ લેવાયા હતા, 4 દર્દીને રજા અપાઇ છે, 51 દર્દી સારવાર લઇ રહ્યા છે.

વિજાપુર તાલુકાના ખરોડ ગામના 100 વર્ષીય પટેલ સમુબેન અમૃત ભાઇએ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી લીધી હતી. 100 વર્ષની ઉંમરે રસી લઈ સમુબાએ અન્ય લોકોને રસી લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...