તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું ગૌરવ:મહેસાણાની પૂજા પટેલે રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગાસન સ્પર્ધાને રમત-ગમતમાં સ્થાન મળ્યું

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુવાઓને પ્રોત્સાહન આપતા રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ અને આયોજન કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં પ્રથમ વખત યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરી રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવતા દેશભરમાંથી 3400 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ફિમેલ કેટેગરીમાં ગુજરાતનું ગૌરવ વધારતા મહેસાણાની પૂજા પટેલ મિસવર્લ્ડ યોગાની પ્રથમ નંબરની વિજેતા બની વધુ એક વાર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યુ છે. જેમાં દેશમાં યોગાસનને પ્રોત્સાહિત કરતા સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે યોગમાં પોતાની કારકિર્દીનું ઘડતર કરતા યોગપ્રેમીઓ અને સ્પર્ધકો માટે ખુશી વ્યાપી છે. તાજેતરમાં નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન નેશનલ ઓનલાઈન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનસિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી જુદા-જુદા રાજ્યોના કુલ 3400 સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ યોગાસન પર પોતાનું આગવું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. જોકે આ સ્પર્ધામાં ગુજરાતમાંથી કુલ 250 સ્પર્ધકોએ પણ ભાગ લઈ રાષ્ટ્રીય લેવલની સ્પર્ધમાં યોગાસન રજૂ કર્યા હતા. ત્યારે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં રાજ્યનું ગૌરવ વધારતા મહેસાણાની મિસવર્લ્ડ યોગિની પૂજા પટેલે ફિમેલ કેટેગરીમાં 78.18 સ્કોર મેળવી તમામ સ્પર્ધકો કરતા આગવું પર્ફોમન્સ આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બની છે. પૂજા પટેલ યોગાસનને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવતા સરકારનો આભાર માનતા ખુશીની લાગણી અનુભવી રહી છે. તો સરકારના આ નિર્ણયથી યોગાસન સ્પર્ધકો માટે ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો