પોલીસ એક્શન મોડમાં:મહેસાણા જિલ્લામાં ચૂંટણી ટાણે 6470 અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લા માંથી 6570 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.જેમાં 85 લોકોને તડી પાર કરી 15 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે 1085 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે જિલ્લામાં કુલ 28 ચેક પોસ્ટ પર ચેકિંગ ની કામગીરી દિવસ રાત ચાલી રહી છે.

મહેસાણા જિલ્લામાં 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત ઘટના કે કાયદો કે વ્યવસ્થા ન બગડે એ માટે સ્થિતિ જાળવવા જિલ્લા પોલીસ હાલમાં કામે લાગી છે.ત્યારે પોલીસે 6370 ઈસમો સામે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી કરી છે.જ્યારે 85 ઇસમોને તડી પાર કરવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર પાશાની કામગીરી માટે મોટાભાગના અસામાજિક તત્વો સામે પાસાની કાર્યવાહીના વોરંટ કાઢવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 15 સામે પાછા હેઠળ કામગીરી કરી જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવે છે આ સાથે પોલીસ દ્વારા 1,085 હથિયારો જમા લેવાની કામગીરી કરાય છે તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સતર્કતા દાખલા માટે 28 નાની મોટી તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ક્લોક ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...