સાવચેતી:દિવાળીના તહેવારોને લઇ પોલીસે તોરણવાળી બજારમાં કેમ્પ ઉભો કર્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારોને લઇ મહેસાણા શહેરના બજારોમાં લોકોની ભીડ જામવા લાગી છે. એમાં પણ ખાસ કરીને તોરણવાળી બજારમાં ઘસારો સૌથી વધુ જોવા મળી રહ્યો છે. કોરોના કાળની આ સ્થિતિમાં લોકોની ભારે ભીડ ન થાય, ચોરી સહિત ના બનાવો ન બને તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મહેસાણા એ ડિવિઝન પોલીસે તોરણવાળી બજારમાં મોરચો સંભાળ્યો છે. જેમાં પોલીસ દ્વારા લોકોને માઇક દ્વારા વિવિધ સુચનાઓ આપી સ્થિતિને કાબુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે પોલીસે હંગામી કેમ્પ તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...