ચાઈનીઝ દોરી ઝડપાઈ:મહેસાણાના જગુદણ નજીક પોલીસે બે બાળકો પાસેથી ચાઇનીઝ દોરીના 60 રીલ ઝડપી પાડી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે આજે જગુદણ ચાર રસ્તા પાસે ચાઇનીઝ દોરી સાથે બે કિશોરોને ઝડપી લીધા હતા. પોલીસે 12 હજારની કિંમતની ચાઇનીઝ દોરી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહેસાણા તાલુકા પોલીસ ચાઇનીઝ દોરીને લઇ પેટ્રોલીંગ પર હતી. એ દરમિયાન બાતમી મળી કે, જગુદણ ચોકડીથી જગુદણ જતા બ્રિજના છેડે બે શખ્સો ચાઇનીઝ દોરી લઇ ઉભા છે. જેથી બાતમીના આધારે પોલીસે એક 16 વર્ષ તેમજ બીજો 15 વર્ષના કિશોરને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડ્યાં હતા. સમગ્ર મામલે પોલીસે કિશોરો પાસેથી 60 ચાઇનીઝ દોરીના રીલ કબ્જે કરી કુલ 12 હજારનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. તેમજ તેઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...