મહેસાણા LCBનું ઓપરેશન:હરિયાણાથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ મહેસાણામાં ઝડપાયો, પોલીસે 40 લાખનો દારૂ કબજે કર્યો

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી નંબર પ્લેટ લગાવી કન્ટેનરમાં દારૂની કરાતી હતી હેરાફેરી

મહેસાણા અમદાવાદ હાઇવે પર મંગળવારે રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન કરી મોટી સંખ્યામાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું અન્ય રાજ્ય માંથી નંબર પ્લેટ બદલી કન્ટેનર માં દારૂ ગોઠવી ગુજરાત માં લાવામાં આવી રહ્યો હતો. જોકે LCB ને માહિતી મળતા કન્ટેનર પોતાની મંજિલ સુધી પહોંચે એ પહેલાં તેને પકડી પાડવામાં આવ્યું હતું જેમાં LCB એ 40 લાખ થી વધુ ની દારૂ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત માં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે મહેસાણા મેવડ ટોલ ટેક્સ પાસે થી નંબર પ્લેટ અને ગાડી ના દસ્તાવેજ ખોટા બતાવી અન્ય રાજ્ય નું દારૂ ભરેલ કન્ટેનર મહેસાણા LCB એ ઝડપી લીધુ છે

બાતમી મળતા રાત્રે વોચ ગોઠવી કન્ટેનર ઝડપ્યું

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને માહિતી મળી હતી કે એક દારૂ ભરેલું કન્ટેનર મહેસાણા થી પસાર થઈ ને નંદાસણ બાજુ જવાનું હોવાથી પોલીસે રાત્રે એક વાગ્યે બાતમી મળતા વોચ ગોઠવી દીધી હતી ત્યારે HR 55 S 3929 નંબર નું કન્ટેનર આવતા પોલીસે રોકાવ્યું હતું ત્યારે તપાસ કરતા ડ્રાઇવરે બેરિંગ નો માલસામાન ભરેલો છે તેવો ઉડાવ જવાબ આપતા LCB એ પાછળ ના ભાગે તપાસ કરતા કન્ટેનર માંથી અલગ અલગ બ્રાન્ડ ના વિદેશી દારૂ ના બોક્સ ભરેલા નજરે પડ્યા હતા.

કન્ટેનર માં દારૂ હરિયાણા થી ભરી અમદાવાદ લઇ જવાતો હતોજેથી પોલીસે ડ્રાઇવર ને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હરિયાણા થી આ દારૂ અમદાવાદ લઇ જવાતો હતો તેમજ કન્ટેનર માં લાગેલ નંબર પ્લેટ પણ ખોટી છે જોકે ટિમ કન્ટેનર માં તપાસ કરતા અન્ય એક નંબર પ્લેટ મળી આવી હતી જોકે RTO માં તપાસ કરતા નંબર પ્લેટ અને ગાડી ના દસ્તાવેજ પણ નકલી હોવાનું સામે આવ્યું હતું.

અલગ અલગ બ્રાન્ડ ની 848 પેટીઓ ઝપ્ત કરી

પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની કુલ 848 પેટીઓ જેમાં 17376 નંગ બોટલ જેની કિંમત 40 લાખ 70 હજાર 400 તેમજ કન્ટેનર જેની કિંમત 25 લાખ તેમજ 5000 ની કિંમત નો મોબાઇલ સહિત પોલીસે કુલ 65 લાખ 70 હજાર 400 નો મુદ્દામાલ સાથે

25 વર્ષીય યુવક ને ઝડપી પાડ્યો હતો

જોકે હરિયાણા થી દારૂ ભરેલ કન્ટેનર પાલી નજીક થી સુનિલ ઉર્ફ ભરવસિંહ મોતી ભાઈ દરજી જે રાજસ્થાન ના માવલી નો રહેવાસી છે તેણે આ કન્ટેનર ભરી મોકલી આપ્યું મ હતું અને મદનલાલ તેમજ વીરેન્દ્ર સિંહ દ્વારા કહ્યા પ્રમાણે આ કન્ટેનર લઇ જવાનું હોવાનું સામે આવ્યું છે જોકે સમગ્ર મામલે દારૂ ની હેરાફેરી માં કન્ટેનર ની નંબર પ્લેટ ખોટી લગાડી અને તેના ખોટા દસ્તાવેજ બનાવી ગુનો કરવા મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...