ચાઇનીઝ દોરીનો વેપલો:મહેસાણાની રાધનપુર ચોકડી નજીક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા દંપતીને પોલીસે દબોચી લીધુ, 72 રીલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના રાધનપુર ચોકડી નજીક પતંગ દોરીનો વ્યાપાર કરતા દંપતીને ત્યાં મહેસાણા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી જેમાં તપાસ દરમિયાન ચાઇનીઝ દોરી મળી આવતા પોલીસે પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે. ઉતરાયણ ના તહેવાર ને લઇ જિલ્લા ભરના પોલીસ મથકના પોલીસ કર્મીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વ્યાપરુઓને ત્યાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી રહ્યા છે.ત્યારે ઉતરાયણ ના આગલા દિવસે એટલે કે આજે મહેસાણા બી ડિવિઝન પોલીસે રાધનપુર ચોકડી પાસે આવેલ આઈ.સી.આઈ.સી. આઈ બેન્ક પાસેના ફૂટપાથ પર પતંગ દોરીનો વ્યાપાર કરતા દંપતી ચાઇનીઝ દોરી વેંચતા હોવાની બાતમી મળતા મહેસાણા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન બે અલગ અલગ બોક્ષ માંથી પોલીસે અલગ અલગ કંપનીના 72 ચાઇનીઝ દોરીના રિલ્સ ઝડપી કુલ 13,500 નો મુદ્દામાલ ઝપ્ત કરું દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...