બહુચરાજી શહેરમાં પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસને રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ખાનગી રહે મળેલી હકીકતના આધારે બહુચરાજીની સમર્પણ બંગલોઝ નામની સોસાયટીમાં રેડ કરતા વિદેશી દારૂની હેરાફેરીમાં ફરતા 42 લાખની કિંમતના 8 વાહનો અને રાજસ્થાનના સંચોરનો નાસ્તો ફરતો આરોપી બિશનોઈ ભજનલાલ ભગારામ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સમર્પણ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં સોસાયટીના પ્લોટમાં વિદેશી દારૂ લાવવા તેમજ લઇ જવા તેમજ કટિંગ કરવા અને પાયલોટિંગ કરવા માટેની અલગ અલગ ગાડીઓ મળી આવી હતી. સદર ગાડીઓમાં વાઘેલા વિક્રમસિંહ મેતુભા એ સમર્પણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાઘેલા કનુભા ગજુભાના આગળના કોમન પ્લોટમાં રાખી હતી. તેના ઘરે બિશનોઈ ભજન લાલ ભગારામ વાળો જે ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ કરીને ગુજરાતમાં દારૂનો સપ્લાય કરનાર રેડ દરમિયાન નાસ્તો ફરતો આરોપી બિશનોઈ ભજનલાલ ભગારામ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. જે ભીલડી ચગોદર તથા પાલનપુર પૂર્વ સંચોર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.