ફરાર આરોપી ઝડપાયો:મહેસાણાના કટોસણ ગામેથી ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચી લીધો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતા અને ગુજસીટોક તેમજ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો હતો.

પોલીસને બાતમી મળી હતી
મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ વિસ્તારમાં અને દેત્રોજ પોલીસ મથકની હદ વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો અને ગુજસીટોકના વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસ ઘણા સમયથી ફિરાકમાં હતી. આ દરમિયાન મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ગુજસીટોકનો ભાથીભા ઉર્ફ ભાણાભાઈ સોલંકી જોટાણામાં હાજર છે એ દરમિયાન એલસીબીએ તપાસ ચાલુ કરી હતી.
આરોપી ધાબા પર સુઈ રહ્યો હતો અને પોલીસે છાપો માર્યો
કટોસણનો ગુજસીટોકનો આરોપી ભાથીભા જોટાણા તાલુકામાં આવેલા કટોસણ ગામમાં બંધ મકાનના ધાબા પર સુઈ રહ્યો હતો. જેથી પોલીસે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપી ભાથીભા બને ગુનાઓમાં વોન્ટેડ હતો જેણે પોલીસે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...