તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણા શહેરમાંથી જુગાર રમતાં છ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCB પોલીસે રૂપિયા એક લાખથી વધુ નો મુદામાલ જપ્ત કર્યો

મહેસાણા જિલ્લામાં શ્રાવણીઓ જુગાર બેફામ બનતા છેલ્લા કેટલાક દિવસોમાં ઠેરઠેર જુગારધામ ઝડપાઇ રહ્યા છે. મહેસાણા શહેરમાં આવેલા વિસનગર રોડ પરથી રાત્રી દરમિયાન એક ઓફિસમાં જુગાર રમતા છ જેટલા પત્તા પ્રેમી ઝડપાયા હતા. પોલીસે કુલ 1 લાખ 55 હજાર 70 રુપિયાનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગત રાત્રે બાતમી મળી હતી કે, વિસનગર રોડ પર આવેલી આકાશ સોસાયટીમાંની બાજુમાં આવેલા મહાકાળી મિનરલ વોટર પ્લાન્ટની ઓફિસમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રી દરમિયાન રેડ મારી કુલ 6 જેટલા જુગારીને ઝડપી લીધા હતા .

રેડ દરમિયાન તપાસમાં પોલીસે રુપિયા 20 હજાર 70 રોકડ રકમ , બે મોબાઈલ જેની કિંમત 10 હજાર, પાંચ ટુ વહીલર જેની કિંમત 1 લાખ 25 હજાર મળી કુલ 1 લાખ 55 હજાર 70 રુપિયાનો મુદામાલ પોલીસે જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારી

મેહુલ કુમાર ઉર્ફ મુન્નો શંકરજી ઠાકોર

નીતિન દિનેશ ભાઈ વાઘેલા

ભવાનજી ફુલાજી ઠાકોર

જગદીશ સિંહ શંકરજી ઠાકોર

રોનક રમેશભાઈ ચૌધરી

હાર્દિક કુમાર મોહન લાલ પરમાર

અન્ય સમાચારો પણ છે...