કાર્યવાહી:કડીના બાવલું પોલીસે થોળ અને ધરમપુર ભાલ્થી ચાઇનીઝ દોરી વેચતા બે શખ્સો ઝડપ્યા

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોળમાં બજારમાં દુકાનમાં તેમજ ભાલ્થી ધરમપુરમાં ઘરમાં ચાઇનીઝ દોરી ઝડપાઇ
  • ચાઇનીઝ દોરીના કુલ 17 રીલ ઝડપાયા

ઉતરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યાં છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી તેમને ઝડપી પાડવા કમર કસી છે. ત્યારે કડીના બાવલું પોલીસે થોળ અને ધરમપુર ભાલ્થી ચાઇનીઝ દોરી વેચતા બે ઈસમો ઝડપી પાડ્યાં છે.

પોલીસ તંત્ર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને અનુલક્ષીને ડ્રાઇવ રાખી ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલોનું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે બાવલું પોલીસ દ્વારા ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે થોળ ગામમાં પતંગ દોરાની બનાવેલી દુકાનમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતા મંજેશ રમેશજી ઠાકોરને મોનો સ્કાય કંપનીની ચાઇનીઝ દોરીના 1200ની કિંમતના 6 રીલ સાથે ઝડપી પાડયો હતો.

બીજી બાજુ બાવલું પોલીસનો સ્ટાફ ધરમપુર ગ્રામ પાસે પહોંચ્યો, ત્યારે તેમણે ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રહેણાંક ઘરમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતા બળદેવ નાનજીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. તેના રહેણાંક ઘરમાંથી પોલીસે ચાઇનીઝ દોરીના 3300ની કિંમતના 11 રીલ ઝડપી પાડયા હતા. પોલીસે બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...