પોલીસ પર હુમલો:મહેસાણામાં રેલવેના જુના પાર્કિંગમાં નવરાત્રિ દરમિયાન પોલીસે શંકાસ્પદ યુવાનને ઝડપ્યો, યુવાનના માતા પિતાનો પોલીસ પર પથ્થરમારો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પોલીસ કર્મીને પહોંચી ઇજા

મહેસાણા શહેરમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે. જોકે નવરાત્રિના માહોલ વચ્ચે પોલીસ કર્મી પર પથ્થર મારવાની ઘટના પણ સામે આવી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે મહેસાણા જુના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં નવરાત્રિ ચાલી રહી હતી. જ્યાં એક શંકાસ્પદ યુવાનને પકડી પોલીસ પુછપરછ કરી રહી હતી. જ્યાં યુવાનના માતા પિતાએ પોલીસ પર પથરાવ કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. જોકે હાલ માં ચાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહેસાણા શહેરમાં આવેલ રેલવેના જૂના પાર્કિંગ વિસ્તારમાં રેલવે પોલીસ કર્મચારી મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુજી અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ બે પોલીસ કર્મી પેટ્રોલીંગમાં હતા, ત્યારે તેઓ રેલવે પાર્કિંગમાં ચાલતા ગરબા વોચ પર હતા ત્યારે એક શંકાસ્પદ યુવાન ઝડપયો હતો.

પોલીસે જાવેદ ઉર્ફે જલાપો સલીમ નામના યુવાનને પકડ્યો હતો. જોકે ત્યાં તેના માતા પિતા આવી જતા તેઓ " મારા છોકરા ને છોડી દો" એમ કહી પોલીસ કર્મી પર પથ્થર ફેંક્યા હતા. જ્યાં પોલીસ કર્મીના હાથે પથ્થર વાગતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે પોલીસે ઝડપેલો યુવાન પર પથ્થર મારી તેના માતા પિતા સાથે નાસી છૂટ્યો હતો. જોકે બાદમાં યુવાનના પિતા પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. જોકે સમગ્ર મામલે મહેસાણા રેલવે પોલીસ મથકમાં જાવેદ ઉર્ફ જલાપો સલીમ ચૌહાણ, સલીમ ભાઈ ભીખુભાઇ ચૌહાણ,અફશાનાબાનું સલીમભાઈ ચૌહાણ,શાહરૂખ ખાન અયુબખાન સિપાઈ સામે આઇપીસી કમલ 332,337,186,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...