તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબરૂનો સવાલ:એલસીબીની રેડ બાદ સફાળી જાગેલી કડી પોલીસ એક્શનમાં, બે જગ્યાએથી સાત જુગારીયાઓને ઝડપ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકલીબીનીએ રેડ કરી કડી શહેરમાંથી જુગારધામ ઝડપી પાડતાં કડી પોલીસ જાગી
  • કડી પોલીસે આબરૂ બચાવવા બે જગ્યાએ રેડ કરી સાત શકુનીઓ ઝડપ્યાં, એક ફરાર

રાજ્યભરમાં જુગાર અને દારૂનો વેપલો દિવસે દિવસે વધી રહ્યો છે. જુગારીઓ અને બુટલેગરોને જાણે કે, કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ બની ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. જ્યારે પોલીસ પણ આવા આરોપીએને સબક શીખવાડવા ખડેપગે હોય છે, પરંતું ક્યાંકને ક્યાંક પોલીસ ખાતાની પણ બેદરકારી સામે આવતી હોય છે. મહેસાણા જિલ્લાના કડીમાંથી પણ પોલીસની બેદરકારી સામે આવી છે. કડી પોલીસને જાણ ન થાય તેમ એલસીબીએ રેડ કરી અને જુગારધામ ઝડપી પાડતાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા, જોકે કડી પોલીસે પણ પોતાની આબરૂ સાચવવા મોડે મોડે રેડ કરી બે જગ્યાએથી જુગારધામ ઝડપ્યાં હતાં.

શનિવારના રોજ કડી પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ શહેરમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. જોકે, કડી પોલીસની બેદરકારી સામે આવતાં કડી પોલીસ પોતાની આબરૂ બચાવવા એલસીબીની રેડ બાદ બે જુદી જુદી જગ્યાએ ચાલતા જુગારધામ ઉપર રેડ કરી સાત જુગારીયાને ઝડપી પાડ્યા હતા જ્યારે એક શકુની ભાગવામાં સફળ રહ્યો હતો.

કડી પોલીસે વિડજ ગામની સીમમાં આવેલા સ્મશાન પાસે ખુલ્લા ખરાબામાં તેમજ શહેરમાં મલ્હારપુરામાં આદર્શ હાઈસ્કૂલની પાછળ આવેલા જોગણી માતાના મંદિર પાસે જુગાર રમતા જુગારીયાને ઝડપી પાડ્યા હતા. જેમાં પઠાણ ઇમરાનખાન શોહરાબખાન અકબરખાન (રહે.મહેસાણા 06 હરિસિદ્ધ સોસાયટી,ડિસન્ટ હોટલ પાસે મૂળ. રહે.અંબાસણ) પટેલ રવી ભરતભાઇ (રહે.ખેરપુર) અને રાવળ નરેશ ઈશ્વરભાઈ (રહે.સાદરા)ને રોકડ રકમ, મોબાઈલ તથા બાઇર મળી કુલ રૂ.43 હજાર 740ના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા.

બીજી બાજુ મલ્હારપુરામાં આદર્શ હાઈકુલની પાછળ જુગાર રમતા મહેબૂબભાઈ દાઉદભાઈ ઘાચી (રહે.નંદાસણ) ઠાકોર મુકેશ વરવાજી (રહે.કલાલ વાસ, કડી) મોઇન હનીફભાઈ કલાલ (રહે. કલાલ વાસ, કડી) અને કલાલ હનીફભાઈ બાબુભાઇ (રહે.કલાલ વાસ, કડી)ને રૂ.10 હજાર 600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હાજી ઉસ્માનભાઈ કલાલ (રહે.કલાલ વાસ, કડી) ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે બધા આરોપીઓ ઉપર જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ભાગી ગયેલા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...