મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ટાઉનમાંથી વરલી મટકાના જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા ત્રણ અને એક ફરાર એમ ચારેય શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એ.કે.વાઘેલા અને તેમની ટીમ વડનગર ટાઉનમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, અમતોલ દરવાજા પાસે પટેલ સચિન પઠાણ શેરખાન વાળાની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાડે છે.
બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમતોલ દરવાજા ખાતે છાપો માર્યો હતો. જ્યાં પઠાણ શેરખાન, સિપાહી હસનભાઈ અને ઠાકોર વિષ્ણુ ઝડપાઇ ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન કુલ 41 હજાર 791નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જુગાર ચલાવનાર ફરાર સચિન પટેલને ઝડપવામાં ચક્રોગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.