તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Police In Riot Gear Stormed A Rally On Friday, Removing Hundreds Of Protesters By Truck. Police In Riot Gear Stormed A Rally On Friday, Removing Hundreds Of Protesters By Truck.

વિરોધ:છાપીમાં પોલીસે રાયોટિંગના આરોપીની અટકાયત કરતાં મહિલાઓનો હોબાળો, મધરાત્રે મહિલાઓ પોલીસ મથકે ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ

છાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકતા બિલના વિરોધમાં પોલીસવાનમાં તોડફોડ સહિત રાયોટિંગના આરોપીની અટકાયત

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર નાગરિકતા બિલના વિરોધને લઇ પોલીસવાન સહિત તોડફોડના ગુનામાં પાંચ માસથી નાસતા-ફરતા વધુ એક આરોપીને પોલીસની વિવિધ ટીમો દ્વારા મંગળવાર રાત્રે છાપીથી દબોચતા વિફરેલી મહિલાઓએ મધરાતે પોલીસ મથકે ધસી જઈ વિરોધ કરી હોબાળો મચાવતાં અફરાતફરી મચીગઈ હતી.
જેમાં 52 આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવી હતી
વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર 19 ડિસેમ્બર-2019 ના રોજ બિલના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રેલીમાં ઉપસ્થિત કેટલાક લોકોએ હિંસકરૂપ ધારણ કરી પોલીસવાન ઉથલાવવા સહિત એસ.ટી.બસના કાચ ફોડવા સહિત હોબાળો મચાવતા પોલીસે 22 આરોપીઓ વિરુદ્ધ નામજોગ તેમજ ત્રણ હજારના ટોળા સામે પોલીસ ઉપર હુમલો, તોડફોડ સહિત રાયોટિંગની ફરિયાદ નોંધી હતી. જેમાં 52 આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.જેથી એલ.સી.બી.પોલીસ પાલનપુર , એસ.ઓ.જી.તેમજ છાપી પોલીસની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમી આધારે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા છેલ્લા 5 માસથી નાસતા-ફરતા આરોપી અબ્દુલહક ઇસ્માઇલ પટેલ (રહે.છાપી) ને મંગળવાર રાત્રે તેના ઘરે હાજર હતો તે દરમિયાન ઘરમાં છાપો મારી દબોચી લીધો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીની અટકાયતનો વિરોધ કરી મહિલાઓએ પોલીસ મથકે પહોંચી હંગામો મચાવ્યો હતો અને અટકાયતનો વિરોધ કરી મહિલાઓનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું. જોકે આરોપીને તાત્કાલિક એલ.સી.બી. કચેરી પાલનપુર લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...