તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગમાં ભંગ:પ્રતિબંધ હોવા છતાં પુત્રના લગ્નમાં વરઘોડો કાઢતાં પિતા સામે મહેસાણામાં પોલીસે ફરિયાદ દાખલ કરી

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે આવી જતા રંગમાં ભંગ પડ્યો
  • પુત્રના લગ્નની ખુશી પિતાને ભારે પડી

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના કારણે ધાર્મિક કાર્યક્રમો, પ્રશ્નગો પર રોક લગાવી દેવામાં આવી હતી તો પણ લોકો બેદરકારી દાખવી ટોળા ભેગાં કરી રહ્યાં છે. પ્રતિબંધ હોવા છતાં હાલમાં વરઘોડાઓ નીકળી રહ્યા છે જેને લઈને મહેસાણામાં લગ્ન પ્રશ્નગના વરઘોડા દરમિયાન પોલીસે લાલ આંખ કરી છે.

મહેસાણા શહેરમાં આવેલા હીરા નગર વિસ્તારમાં યુવકના લગ્ન હોવાથી પિતાએ યુવકના લગ્નની ખુશીના જોસમાં કોરોના ગાઈડલાઈન ભૂલી વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડામાં અંદજે 50થી વધુ માણસો ભેગા મળી ડીજેના તાલે ઝૂમ્યા હતા. તે દરમિયાન મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે હીરા નગર વિસ્તારમાં વરઘોડો નીકળતો જોઈ પોલીસે વરઘોડો રોકાયો હતો.

યુવકના પિતા પાસે લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળવાની પરવાનગી નહોતી. જેથી મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા વરઘોડો કાઢનાર પિતા સામે કોરોના ગાઇડલાઇન મુજબ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...