ક્રાઇમ:પોલીસની ઓળખ આપી ટ્રક ચાલકના ગળા પર ચપ્પુ રાખી રૂ. 8 હજારની લૂંટ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલાવાસણા આરોગ્ય કેન્દ્ર સામે બસ સ્ટેન્ડ પાસે શનિવારે રાત્રે બનેલો બનાવ
  • આ રોડ કાયદેસર ટ્રક જવાનો નથી, વહેવાર આપવો પડશે કહીં પૈસા માગ્યા, કાર આગળ પોલીસ લખેલું હતું

પાલાવાસણા આરોગ્ય કેન્દ્રની સામે બસ સ્ટેન્ડ પાસે રાત્રે 12.30 વાગ્યાના અરસામાં રસ્તામાં એક ટ્રક ઉભી રખાવીને અલ્ટો ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ ચાલકને આ કાયદેસર ટ્રકોને જવાનો રસ્તો નથી તેમ કહી રૂપિયાની માંગણી કરતાં ટ્રક ચાલકે મોબાઇલ ઉપર તેમના ટ્રાન્સપોર્ટર માલિકથી વાત કરાવી હતી. જેમાં આ શખ્સોએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને દમ માર્યો હતો. જોકે પૈસા આપવાની ના પાડતાં શખ્સોએ ટ્રક ચાલકનો ફોન ફેકી દઇ એક શખ્સે ટ્રક ચાલકની ફેંટ પકડી ગળા ઉપર ચપ્પુ રાખીને ખિસ્સામાંથી રૂ. 8000 લૂંટી શખ્સો પરત ગાડીમાં બેસી પલાયન થઇ ગયા હતા.

નદાસાના અને બાયપાસ વડોસણ ચોકડી પર જય અંબે કોમ્પલેક્ષમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતાં જીતેન્દ્રભાઇ પ્રભુદાસ પટેલની ટ્રક ચાલક સંદીપભાઇ યાદવ રાત્રે ઇબાલગઢથી સાતેજ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં પાલાવાસણા બસ સ્ટેશન પાસે સામે આવેલ એક સફેદ કલરની અલ્ટો કાર નંબર જીજે02 ડીઇ 5704માં આવેલા ત્રણ શખ્સોએ ટ્રક અટકાવી હતી. કારમાં આગળના કાચના ભાગે પોલીસ લખેલુ બોર્ડ લગાવેલુ હતુ઼.

કારમાંથી ત્રણ શખ્સોએ ઉતરી ટ્રક ચાલકને કહ્યું કે આ રસ્તો કાયદેસર ટ્રકોને જવાનો નથી તેમ કહી રૂપિયાની માંગણી કરતાં ટ્રક ચાલકે તેમના મોબાઇલથી માલિક જીતેત્દ્રભાઇ પટેલ સાથે વાત કરાવી હતી. જેમાં એક શખ્સે મોબાઇલ પર વાત કરી હતી કે મહેશ ચૌધરી બોલું છું તાલુકા પોલીસ સ્ટેશનમાંથી. અહીયાંથી જવા માટે વહેવાર કરવો પડશે. જેને રૂપીયાની ના પાડતાં ફોન ફેકી દીધો હતો.

પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને શખ્સે ટ્રકના ડ્રાઇવરની ફેંટ પકડી ગળા ઉપર ચપ્પુ રાખી તેમના ખિસ્સામાંથી રૂ. આઠ હજાર લૂંટી શખ્સો કારમાં બેસી નાસી ગયા હતા. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટર જીતેન્દ્રભાઇ પ્રભુદાસ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સફેદ કલરની અલ્ટો કાર નંબર જીજે 02 ડીઇ 5704ના ચાલક અને અન્ય બે શખ્સો સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...