તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:થર્ટી ફર્સ્ટની રાત્રે પીધેલાઓને પકડવા પોલીસે ટીમો બનાવી

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફાર્મહાઉસો પર થતી પાર્ટીઓ પર ચાંપતી નજર રખાશે
 • મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડીમાં મહિલા પોલીસની ખાસ 4 ટીમો તૈનાત કરાશે
 • ફાર્મહાઉસોની યાદી બનાવાઇ, 15 ચેકપોસ્ટે ચકાસણી થશે

થર્ટી ફર્સ્ટની ઊજવણી નિમિત્તે જિલ્લાનમાં ખાનગી જગ્યા અને ફાર્મહાઉસો પર થતી પાર્ટીઓ પર પોલીસની ચાંપતી નજર રહેશે. તો પીધેલાઓને પકડવા 15 ચેકપોસ્ટો પર ચેકિંગ થશે. મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી શહેરમાં મહિલા પોલીસની 4 ટીમો તૈનાત રહેશે. પોલીસે જિલ્લાના તમામ ફાર્મ હાઉસોની યાદી તૈયાર કરી છે. જિલ્લામાં પ્રવેશદ્વારો પર બનાવેલ 15 ચેકપોસ્ટો પર પોલીસ તૈનાત રહેશે.

આ ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડની સાથે સ્થાનિક પોલીસની વિવિધ ટીમો બનાવાઇ છે ત્યારે મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડીમાં મહિલા પોલીસની ખાસ 4 ટીમો બનાવી છે. નોંધનીય છે કે, પ્રોહિબિશન ડ્રાઇવની સાથે પોલીસ 30થી વધુ બ્રેથ એનેલાઇઝર સાથે તૈનાત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો