એક્ટિવા ચોર ઝડપાયો:નવરાત્રિ દરમિયાન ઊંઝામાંથી ચોરાયેલા એક્ટિવા સાથે આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ઊંઝા શહેરમાં નવરાત્રિ દરમિયાન એક એક્ટિવાની ચોરી કરી તસ્કર કરાર થઈ ગયો હતો.સમગ્ર મામલે મહેસાણા lcb ને મળેલ બાતમી આધારે ટીમે ઊંઝા ખાતેથી ચોરીન એક્ટિવા સાથે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી હતી.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઊંઝા વિસ્તારમાં પેટ્રોલીગ પર હતી એ દરમિયાન બાતમી મળી હતી કે ઊંઝા ના અગિયાર ગરનાળા મેઘા ફેકટરી સામે છાપરા માં રહેતો દેવીપૂજક વિક્રમ ઊંઝાના કેવેલેશ્વર મહાદેવ મંદિર રોડ પર એક્ટિવા GJ2AR3131 સાથે ઉભો છે.

બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો તપાસ દરમિયાન આરોપીએ ઊંઝામાં નવરાત્રી દરમિયાન સર્વોદય હાઇસ્કુલ ની પાછળ થી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલમાં પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...