દેશી દારૂ પકડવાની કામગીરી:લઠ્ઠાકાંડ બાદ જિલ્લામાં દેશીદારૂના બુટલેગરો ઉપર પોલીસની તવાઈ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 પોલીસ મથકોના 200 બુટલેગરો ચેક કરી 90થી વધુ કેસ નોંધ્યા

બોટાદના બરવાળા તાલુકામાં સર્જાયેલા દેશી દારૂના લઠ્ઠાકાંડ અને ઉચ્ચસ્તરીય આદેશને પગલે એલસીબી અને એસઓજી સહિત સમગ્ર મહેસાણા જિલ્લાની પોલીસ મંગળવારે દેશી દારૂ પકડવાની કામગીરીમાં જોતરાઈ હતી. દેશી દારૂ બનાવતા અને વેચતા બુટલેગર ઉપર પોલીસે તવાઈ બોલાવી એક જ દિવસમાં દેશી દારૂના 90થી વધુ કેસો કર્યા હતા.

પોલીસવડા અચલ ત્યાગીએ મંગળવારે દારૂની વિશેષ ડ્રાઇવ ગોઠવી હતી. એલસીબી અને એસઓજીની ટીમો પણ દેશી દારૂના પીઠા ગણાતા મહેસાણા શહેર સહિત જિલ્લાના તમામ પોલીસમાં મથકો દ્વારા પણ પોતાના વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવતા 20 પોલીસ મથકોમાં પોલીસ દ્વારા 200થી વધુ બુટલેગરોને ચેક કરી 90થી વધુ દેશી દારૂના કેસ કર્યા હતા.

પોલીસ મથકચેક બુટલેગરકેસ
મહે.એ.ડિવિ.146
મહે.બી.ડિવિ.147
મહે.તાલુકા610
સાંથલ43
લાંઘણજ114
બહુચરાજી62
મોઢેરા51
કડી1010
નંદાસણ93
બાવલુ146
વિસ.શહેર206
વિસ.તાલુકા54
વડનગર135
ખેરાલુ95
સતલાસણા124
ઊંઝા164
ઉનાવા22
વસાઈ63
વિજાપુર83
લાડોલ63

(આંકડા મંગળવાર સાંજે 5:00 વાગ્યા સુધીના)

અન્ય સમાચારો પણ છે...