તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઈઝ ચેકિંગ:મહેસાણા જિલ્લામાં હોમ ક્વોરંટાઈનમાં રહેલા દર્દીઓના ઘરની મુલાકાત લઈ પોલીસે ઓચિંતી તપાસ કરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દી ઘરે હાજર ના હોય તેને નોટિસ ફટાકરાઈ એક જ દિવસમાં 312 ઘરની મુલાકાત લેવામા આવી

મહેસાણા જિલ્લા માં કોરોના કહેર ના કારણે અનેક લોકો સંક્રમિત થયા છે ત્યારે પોલીસ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓ ના ઘરો ની મુલાકાત લેવામાં આવી હતી જેમાં મહેસાણા જિલ્લા માં કોરોના ના કારણે પોઝિટિવ આવેલા લોકો ના ઘરો ના શંકાસ્પદ લિસ્ટ ના આધારે પોઝિટિવ આવેલા ઘરો ની તાપસ કરવામાં આવી હતી.

જેમાં મહેસાણા જિલ્લા માં આવેલ અલગ અલગ વિસ્તારો ના પોલીસ સ્ટેશન ની હદ માં આવતા કોવિડ પોઝિટિવ દર્દી ના ઘરો ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી જેમાં મહેસાણા એ.ડીવીઝન, બી.ડીવીઝન, તાલુકા પોલિસ સ્ટેશન આમ કુલ 20 પોલીસ સ્ટેશન ની હદ માં આવતા ઘરો ની મુલાકાત સ્થાનિક પોલીસે કરી હતી.

મહેસાણા જિલ્લા ના કુલ 20 અલગ અલગ વિસ્તાર માં આવેલા પોલીસ સ્ટેશન ના વિસ્તારો માં કુલ 1980 કોરોના પોઝીટીવ દર્દીઓ ના ઘર આવેલા છે જેમાં જેતે વિસ્તાર ના પોલીસ કર્મીઓ એ 312 ઘરો ની વિઝીટ કરી હતી જિલ્લા ના કડી પોલીસ સ્ટેશન વિસ્તાર માં સૌથી વધુ 735 પોઝિટિવ ઘરો આવેલા છે જેમાં કડી પોલીસે 23 ઘરો ની મુલાકાત લીધી હતી.

જિલ્લા માં 27 પોઝિટિવ ઘરો ને નોટિસ આપવામાં આવી જેમાં વિસનગર સહેર માં 13, વિસનગર તાલુકા માં 8 , ઊંઝા માં 4, લાડોલ માં બે આમ કુલ 27 મકાનો ને નોટિસ આપવામાં આવી હતી

મહેસાણા જિલ્લા આવેલા અલગ અલગ તાલુકા ના વિસ્તારો માં આવેલ પોલીસ કર્મીઓ એ પોતાના વિસ્તારો માં રહેતા સિનિયર સીટીઝન ની મુલાકાત કરી હતી જેમાં જિલ્લા માં કુલ 47 સિનિયર સીટીઝન ની પોલીસે મુલાકાત કરી હતી અને 61 સિનિયર સીટીઝન ને કોલ કરી ને સંપર્ક કર્યા હતા

મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લા ના અલગ અલગ તાલુકાઓ માં કોરોના પોઝીટીવ દર્દીઓ ના ઘરે તપાસ કરવા માટે તાલુકા વાઇસ પોલીસ ની સ્પેશિયલ ટિમ બનાવવમાં આવી છે જેમાં પોલીસ પોઝિટિવ દર્દીઓ ના ઘરે જઈને તાપસ કરે છે કે દર્દી ઘરે હજાર છે કે નહીં ત્યારબાદ જિલ્લા માં થતા લગ્ન પ્રશ્નગો પર પોલીસ વોચ રાખતી હોય છે અને સિનિયર સીટીઝન લોકો ને મળે પણ છે અને કોલ કરી ને હાલ ચાલ પણ પૂછવામાં આવે છે વધુ માં જણાવ્યું હતું કે જે ઘર માં દર્દી હાજર ન મળે તેવા ઘરો ને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...