તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણાના છઠીયારડા માં આવેલા સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂનને આવતીકાલે 4 તારીખે સમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસતંત્રમાં દોડધામ મચી છે.
મંહત સપ્તશૂનને આવતીકાલે 4 તારીખે રાત્રિના 10 થી 11 કલાકની વચ્ચે પોતાનો દેહ છોડવાની જાહેરાત કરી છે. મહંતની આ જાહેરાતના પગલે છઠીયારડા માં લોકો ઉમટી પડતા આજે પોલીસની ટીમ છઠીયારડા પહોંચી હતી અને મહંતને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. Dysp સહિતના પોલીસ કાફલાએ મહંત સાથે એક કલાક બંધ બારણે બેઠક કરી હતી અને કોરોના મહામારી વચ્ચે લોકો એકઠા ના થાય તેનુ ધ્યાન રાખવા અપીલ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભોજન જેવા આયોજન પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે અને આવતી કાલે જો વધુ ભીડ એકત્રિત થશે તો ચોક્કસ પણે પોલીસે કોવિડ 19 અંતર્ગત આ મામલે કાર્યવાહી પણ કરી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આવતી કાલે વધુ ભક્તો નો ઘસારો હોવાથી અને મહેસાણા જિલ્લામાં કોરોના કેસોમાં વધારો હોવાથી પોલીસ વધુ ભક્તો એકત્રિત ના થાય એ હેતુ થી સમજાવટ કરવા પહોંચી હોય તેવું જાણવા મળ્યું છે. તેમજ આવતીકાલે જે કાર્યક્રમ યોજવામાં આવવાનો છે તેની પરમિશન પણ ના લેવામાં આવી હોવાથી પોલીસ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ માં વધુ ભીડ એકત્રિત થવા ને કારણે જરૂરી પગલાં પણ લઈ શકે છે. મહંતના ભાઈના જણાવ્યા અનુસાર આવતીકાલે મહંતનો જન્મ દિવસ હોવાથી તેઓ કાલે ભક્તોની સામે બેસીને રાત્રે 10 થી 11 કલાકની વચ્ચે પોતાનો દેહ છોડી દેશે.
મહંત રાજુભાઇ 2005માં વાડજમાં કોર્પોરેટરની ચૂંટણી લડી
અમદાવાદ ખાતે રાજુ ભાઈ મહંતે 2005માં અમદાવાદના વટવામાં કોર્પોરેટની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 500 જેટલા વોટ થી હાર્યા હતા.
પરિવારમાં 3 ભાઈઓમાંથી સૌથી નાના છે મહંત
સમાધિ લેનાર મહંતના પરિવારમાં 3 ભાઈઓ છે જેમાંથી આ મહંત સૌથી નાના છે તેમજ તેમના ભાઈના જણાવ્યા અનુસાર મહંત નાનપણથી ભક્તિમયમાં રચ્યા પચ્યા હતા તેમજ તેમણે S.y.bcom સુધી અભ્યાસ કરેલો છે અને અભ્યાસની સાથે સાથે તેઓ ભક્તિમાં પણ રચ્યા પચ્યા રહેતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.