તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહેસાણા શહેરમાં 2 સ્થળે પોલીસની રેડ 30320ની રોકડ સાથે 9 જુગારી ઝડપાયા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા એ ડિવિઝન પોલીસ ખાનગી બાતમી આધારે 2 સ્થળે ત્રાટકી
  • મેઘાઅલિયાસણામાં બોર પર જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

મહેસાણા એ ડિવિઝન પોલીસે ઉચરપી રોડ પરથી રૂ.22,200ની રોકડ સાથે 6 અને અમરપુરામાંથી રૂ.8120 રોકડ સાથે 3 જુગારીને ઝડપી લીધા હતા. એ ડિવિઝન પોલીસે ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફ્લેટ નજીકના ખેતરમાં જુગાર રમી રહેલા અક્ષય મહેશભાઈ વસાવા, ધીરજ રઘજીભાઈ ચૌધરી, ચિરાગ જગદીશભાઈ દરજી, અભિષેક દિલીપજી ઠાકોર, હર્ષદ રઘજીભાઈ ચૌધરી અને ગૌરવ હરેશભાઈ ભોજકને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.22,200 રોકડ રકમ કબજે લીધી હતી. અમરપુરા ભરથરીવાસમાં રેડ કરી નાનીદાઉના રતનજી ગલાબજી ઠાકોર, રામોસણાના સુધીર લક્ષ્મણજી ઠાકોર અને મહેસાણાના વિજય ચંદુજી ઠાકોરને જુગાર રમતાં પકડી રૂ.8120 રોકડ જપ્ત કરી હતી.

મેઘાઅલિયાસણામાં મહેસાણા તાલુકા પોલીસની રેડ
મહેસાણા તાલુકા પોલીસે મેઘાઅલિયાસણાના ચૌધરી દિનેશભાઈ સંગ્રામભાઈના બોરવેલ ઉપર મૂળ ગુંજાળાનો સુરેશજી જવાનજી ઠાકોર બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે બોરવેલ પર રેડ કરતાં સુરેશજી જવાનજી ઠાકોર, જયેશજી બાલસંગજી ઠાકોર, મહેન્દ્રસિંહ દિવાનસિંહ સોલંકી, પ્રહલાદજી કુંવરજી ઠાકોર, ગીરીશ ડાહ્યાભાઈ ચૌધરી અને વિજય વિસાભાઈ ચૌધરીને જુગાર રમતાં ઝડપી રૂ.2050ની રોકડ રકમ કબજે લઈ તમામ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...