તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહેસાણામાં 780 લોખંડના વીજપોલ પર વીજતંત્ર દ્વારા પ્લાસ્ટીકના કવર લગાવાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તોરણવાળી માતા ચોક બજારથી આઝાદચોક સહિતના વિસ્તારોમાં 150 પોલ પર પીવીસી કવર ક્લેમ્પથી ફીટ કરાયા છે. - Divya Bhaskar
તોરણવાળી માતા ચોક બજારથી આઝાદચોક સહિતના વિસ્તારોમાં 150 પોલ પર પીવીસી કવર ક્લેમ્પથી ફીટ કરાયા છે.
  • ચોમાસામાં કરંટથી બચવા યુજીવીસીએલ દ્વારા સીટી 1 વિસ્તારમાં એજન્સીરાહે રૂ. 5 લાખના ખર્ચે વીજપોલ પર 5 મીટર સુધી પીવીસી કવર લગાવાનું શરૂ કરાયુ

મહેસાણામાં ચોમાસા દરમ્યાન ભેજમાં વીજ કરંટથી પશુ મોત ને ન ભેટે તે હેતુથી યુજીવીસીએલ દ્વારા લોખંડના પોલ ઉપર 5 મીટર ઊંચાઇ સુધી પીવીસી પ્લાસ્ટીકના કવર લગાવવામાં આવી રહ્યા છે. સીટી 1માં 700 અને સીટી 2માં 80 મળીને કુલ 780 જેટલા પોલ ઉપર પ્લાસ્ટીક કવર લગાવાશે.અત્યારસુધી 150 પોલ ઉપર કવર લાગી ગયા છે.

મહેસાણા શહેરમાં થોડા દિવસો પહેલા મોહનપરા નજીક વીજ થાંભલે કરંટથી એક ગાયનું મોત નિપજ્યુ હતું. આ દરમ્યાન યુજીવીસીએલ વડી કચેરીના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં તમામ લોખંડના વીજપોલ ઉપર પ્લાસ્ટીક કવર લગાવવાનું આયોજન શરૂ કરાયુ છે.જેમાં યુજીવીસીએલ સીટી 1 એરીયામાં 700 પોલ આવે છે. દસ દિવસથી શરૂ કરાયેલ કામગીરીમાં અત્યારસુધી તોરણવાળી માતા ચોક બજારથી આઝાદચોક સહિતના વિસ્તારોમાં આવેલા 150 જેટલા પોલ ઉપર પીવીસી કવર ક્લેમ્પથી ફીટ કરાયા છે.એજન્સીરાહે આ કામગીરી કરાઇ રહી છે.શહેરમાં પોલને પ્લાસ્ટીક કવર પાછળ અંદાજે કુલ રૂ. 5 લાખ ખર્ચાશે.હાલ સીટી 1માં કામ ચાલુ છે ત્યાર પછી સીટી 2 એરીયામાં લોખંડના પોલ ઉપર પીવીસી કવર લગાવશે.

આ દરમ્યાન મહેસાણા નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ગુરુવારે યુજીવીસીએલ સીટી 1 ,2 તેમજ ઇન્ડસ્ટ્રીયઅલ કચેરીને પત્ર કરાયો હતો.જેમાં પાલિકા હદ વિસ્તારમાં તમામ લોખંડના વીજપોલ પર ચોમાસાની સિઝનમાં વીજ કરંટથી જાનહાનિ ન થાય તે હેતુથી પ્લાસ્ટીક કવર યુજીવીસીએલ દ્વારા કરવામાં આવે છે.પરંતુ જાત નિરીક્ષણ કરતાં હજી કેટલાક લોખંડ પોલને પ્લાસ્ટિક કવર કરવાના બાકી રહે છે તો સર્વે કરીને બાકીના પોલને તાત્કાલિક પ્લાસ્ટિકથી કવર કરવા જેથી ચોમાસામાં વીજકરંટથી જાનહાનિ અકસ્માત ટાળી શકાય તેવો વિંનતી પત્ર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...