વાવણી:મહેસાણા નગરપાલિકાના વાણિજ્ય, આવાસ માટેના પ્લોટમાં વાવેતર કરાતાં તંત્ર દોડતું થયું

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ટી.પી 4માં ડેવલપમેન્ટ માટેના રિઝર્વ પ્લોટમાં મકાઈ,જાર, પાલક, એરંડાની વાવણી
  • પાલિકાના ચીફઓફિસર, ટાઉનપ્લાનર, ઇજનેરે દોડી જઈ વાવેતર દૂર કરાવવાનું શરૂ કર્યું

મહેસાણાના કુકસ અને શોભા ફેન્સી સ્પર્શી ટાઉન પ્લાનિંગ સ્કીમ 4 વિસ્તારમાં નગરપાલિકાને વિસ્તાર વિકાસ માટે મળેલા પ્લોટમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હોવાનું ધ્યાને આવતાં તંત્ર દોડતું થયું હતું અને મુખ્ય અધિકારી સહિ તની ટીમ સ્થળ પર પહોચી નિરીક્ષણ કર્યું તો ત્રણ પ્લોટમાં મકાઇ, જાર, પાલક, એરંડાની વાવણી કરાયેલી હોઇ ટ્રેક્ટરની વાવણી દૂર કરવાની કામગીરી શરૂ કરાવાઇ હતી.

ટી.પી સ્કીમ 4 ફેબ્રુઆરી 2020થી પ્રારંભિક મંજૂર થયેલી છે અને આ વિસ્તારમાં સ્પર્શતા ખેડૂતોને પ્લોટના કબજાન સુપરત કરાયા છે. જ્યારે વિવિધ હેતુ માટે પાલિકાને ફાળવે રિઝર્વ પ્લોટમાં દબાણ ન થાય એટલે ફેન્સી, કમ્પાઉન્ડ વલો કરવામાં આવેલી છે. આમ છતાં નગરપાલિકા તંત્ર ઘટતું રહ્યું અને ત્રણ પ્લોટમાં વાવણી થઇ ગઇ.

આ પ્લોટમાં ગેરકાયદે ખેતી ઉપયોગ ધ્યાને આવતા શુક્રવારે ચીફઓફિસર અલ્પેશભાઇ પટેલ, બાંધકામ ઇજનેર, ફાયર ઇન્સપેક્ટર, જુ.ટાઉનપ્લાનર, સદસ્ય સંજય બ્રહ્મભટ્ટ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં ફેન્સિંગ કરેલા ત્રણ પ્લોટમાં ખેતી વાવણી થયાનું ધ્યાને આવતાં ટ્રેક્ટર મારફતે વાવેતર દૂર કરાવવાની કામગીરી ફાઇનલ પ્લોટ નં. 92થી શરૂ કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રારંભિક મંજૂરીના બે વર્ષ પછી પણ હજુ રોડ ટી.પી વિસ્તારમાં બનાવ્યા નથી. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, આસપાસ કોઇ ડેવલપમેન્ટ સ્કીમ આવે તો રોડ, પાણી, ગટર, લાઇટનું કામ શરૂ કરીએ. ખાનગી ડેવલપરને રાહ પાલિકા તંત્ર આ ટી.પી વિસ્તાર ડેવલપ કામ શરૂ કરવામાં જોઇ રહ્યું છે. બીજી તરફ પાલિકાના રિઝર્વ પ્લોટ હાલ બિન ઉપયોગી પડી રહ્યા હોઇ કોઇ ખેડૂતો દ્વારા ગેરકાયદે વાવણી કરી છે.

હવે પાલિકાના પ્લોટમાં ગેરકાયદે વાવણી કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે : ચીફ ઓફિસર
ચીફઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, ટી.પી 4ના ચારેક પ્લોટમાં ખેડૂતોએ વાવણી કન્યાનું પ્રાથમિક નિરીક્ષણ કરતા જણાયું છે. આ વાવણી કોણે કરી છે, તે ધ્યાને આવેલું નથી, તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ ખેડૂત પાલિકાના પ્લોટમાં ગેરકાયદેસર ખેતી કરતા જણાઇ આવશે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...